Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

ધરમપુર પોલીસે મિશન મિલાપનું નામ સાર્થક કર્યુ

ધરમપુર પોલીસે મિશન મિલાપનું નામ સાર્થક કર્યુ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ધરમપુર, તા. ૨૫ ઃ સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ (ત્ભ્લ્), વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા (ત્ભ્લ્) તથા મદદનીશ પોલીસ અધિક્ષક ડૉ. સંદીપ ટી. (ત્ભ્લ્) ના માર્ગદર્શન હેઠળ ઙ્કપ્ત્લ્લ્ત્બ્ફ પ્ત્ન્ખ્ખ્ભ્ઙ્ખ અંતર્ગત ધરમપુર પોલીસ દ્વારા બે અલગ-અલગ ગુમ થયેલ કેસોમાં સફળ કામગીરી હાથ ધરવામાં આવી હતી. તા. ૦૮/૦૨/૨૦૨૬ના રોજ સિદ્દીકાબાનુ (ઉ.વ.૨૮) પોતાના ૫ વર્ષના દિકરા સાથે ઘરેથી નીકળી જતા બંનેને દિલ્લીના સદર બજાર વિસ્તારમાંથી સલામત રીતે શોધી પરિવાર સાથે પુનઃમિલન કરાવવામાં આવ્યું હતું. તેમજ તા. ૧૯/૦૨/૨૦૨૬ના રોજ મનિષાબેન (ઉ.વ.૨૯), રહે. કોઠી ફળીયા, ધરમપુર, ઘરેથી નીકળી જતા તેમને વલસાડ ખાતેથી શોધી પરિવાર સાથે પુનઃમિલન કરાવવામાં આવ્યું હતું.આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર ઍન.ઝેડ. ભોયા તથા પીઍસઆઈ વી.ઍ. વસાવાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ દ્વારા સી.સી.ટી.વી. ઍનાલિસિસ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્નામન સોર્સના આધારે સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હોવાની માહિતી પ્રા થવા પામી હતી.