Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

વલસાડ જિલ્લામાંથી પસાર થતો હાઇવે અનેક ગેરકાયદે પ્રવૃત્તિઅોથી ધમધમે છે !

વલસાડ જિલ્લામાંથી પસાર થતો હાઇવે અનેક ગેરકાયદે પ્રવૃત્તિઅોથી ધમધમે છે !


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા.૨૫ ઃ વલસાડ જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર ૪૮ ઍટલે ગેરકાયદે પ્રવૃત્તિથી ધમધમતા કારોબાર માટે સ્વર્ગ સમાન બન્યો છે અને હાલમાં આ માર્ગ ઉપરથી ખાસ કરીને ખનીજ ચોરી ડીઝલ ચોરી તેમજ વાપી જીઆઇડીસી તેમજ અન્ય સ્થળેથી આવતી જતી ટેન્કરોમાંથી કેમિકલ ની ચોરી સાથે હવે બુટલેગરો અને કેમિકલ માફી આવો સાથે મળી ટેન્કરોમાં અને કન્ટેનરમાં દારૂ બિયરનો જથ્થો સંતાડી ગુજરાતના શહેરોમાં અહીંથી લઈ જવાઈ રહ્ના છે.

સાથે વલસાડ જિલ્લામાં યુવાનો હવે નશાની રવાડે ચડી ગયા છે. ખાસ કરીને તેઓ પહેલા દારૂ બિયરનો નશો કરતા હતા અને ત્યારબાદ કેટલીક સીરપ તેમજ અન્ય દવાનો ઉપયોગ કરતા હતા પરંતુ હવે નવા જમાના સાથે યુવાનો ઍમડી ડ્રગ્સ હાઈબ્રીડ ગાંજો અને બ્રાઉન સુગર તરફ વડીયા છે. ખાસ કરીને જોઈઍ તો સમગ્ર વલસાડ જિલ્લામાં આવેલા મોટા ભાગના પાનના ગલ્લે તેમજ હાઈફાઈ હોટલ અને નેશનલ હાઇવે નંબર ૪૮ ની કેટલીક હોટલ ના ર્પાકિંગ તેમજ તેની બહાર પણ નસીલા પદાર્થનું વેચાણ ખુલ્લેઆમ થઈ રહ્નાં છે. જોકે આ અંગે જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઇવે અને શહેરના માર્ગો ઉપર પોલીસની વોચ માત્ર નામ પૂરતી હોય તેવું ચિત્ર હાલમાં દેખાઈ રહ્નાં છે.