રાતા-કરવડ રોડ પર ચાલતી અલ્ટો ભડકે બળી
- byDamanganga Times
- 26 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૫ ઃ વાપીના રાતા કરવડ રોડ ઉપર ચાલતી ઍક અલ્ટો કારમાં આગ લાગી જતા કારચાલક ઉતરી જતા બચ્યો પરંતુ કાર બળીને ખાખ થઈ ગઈ હતી.
પ્રા વિગત મુજબ આજે વાપી નજીકના રાતા કરવડ રોડ ઉપર આવેલ અનંતા બિઝનેસ પાર્ક નજીક રસ્તા ઉપરથી પસાર થતી ઍક મારુતિ અલ્ટો કારમાં અચાનક આગ લાગી જતા કારમાં સવાર ચાલક અને અન્ય મુસાફરો સાવચેતીના પગલા રૂપે ઊતરી ગયા હતા. પરંતુ આગ માત્ર ગણતરીની મિનિટોમાં જ આખી બળીને ખાખ થઈ જવા પામી હતી આ અંગે કાર ચાલક અને રાહદારીઓ દ્વારા ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આ પહેલા મોટાભાગનો કારનો હિસ્સો બળીને ખાખ થઈ જવા પામ્યો હતો આગનું કારણ અકબંધ રહ્નાં છે.
