વાપીમાં હિન્દુ સંમેલનો યોજાયા
- byDamanganga Times
- 25 February, 2026
(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૨૪ ઃ સમસ્ત હિન્દુ સમાજ સમિતિ સંઘ દ્વારા હિન્દુ સંમેલન નુ આયોજન કરવામાં આવી રહ્નાં છે. જે મુજબ આવું ઍક સંમેલન વાસ્તવ પાર્ક રામદેવ નગરમાં આવ્યું હતું જે સંયોજક ચેતનભાઇ પટેલ, મુકેશભાઈ તિવારી દ્વારા કરાયું હતું. જેમાં મુખ્ય વક્તા તરીકે આર ઍસ ઍસ ના તેજસભાઈ જોશી ઍ હિન્દુ જાગૃતતા વિષય ઉપર પ્રવચન આપ્યું હતું .જ્યારે આશિરવચન ત્લ્ધ્ઘ્બ્ફ મંદિર કોપરલી વાપી ના સંત શ્રી સુંદર ગોપાલદાસ સ્વામીજી આપ્યા હતા આ સંમેલનમાં સંઘના સ્વયંસેવકો અને આજુબાજુના વિસ્તારના જાગૃત હિન્દુ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્ના હતાં. ઍજ રીતે ચલામાં પણ આવું આયોજન થયું હતું જેમાં કળશ યાત્રા બાદ અજીતનગરના મેદાનમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. સંત દિવ્ય તનયદાસ કોઠારી સ્વામીજી દ્વારા પ્રવચન કરવામાં આવ્યું હતું. મુખ્ય વક્તા તરીકે સંઘના રાજ્ય કાર્યવાહ, ડીઆર અખિલેશ પાંડેઍ સંમેલનને સંબોધન કર્યું હતું. સંમેલનના સંયોજક ઋષિ ભાઈ શર્માઍ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
