વલસાડ રેલવે પોલીસે ટ્રેનમાંથી સામાન ચોરી કરનાર ઇસમને ઝડપી પડ્યો
- byDamanganga Times
- 25 February, 2026
(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૪ ઃ વલસાડ રેલવે પોલીસની ટીમે ટ્રેનોમાં મુસાફરી કરતા પેસેંજરોની ઉંઘની તકનો લાભ લઇ મોબાઇલ ફોન, સોનાનું મંગળસુત્ર તથા સોનાની કાનની બુટ્ટી મળી ઍમ કુલે કિંમત રૂ.૧.૮૮,૦૦૦ મુદ્દા માલ સાથે લાલ કલરનું બેગ ચોરી કરનાર ઇસમને પોલીસે ધરપકડ કરી જેલમાં ધકેલી દીધો છે.
વલસાડ રેલ્વે પોલીસ સ્ટેશનનાં પી આઈ. ઍમ. બી.વસાવા ની સૂચના અને માર્ગદર્શન હેઠળ વલસાડ રેલવે પોલીસની ટીમને વલસાડ રેલ્વે સ્ટેશને આવતા જતા પેસેન્જરોનાં ચોરી થવા અંગે ફરિયાદ નોંધાઈ હતી કે વિરાર રેલ્વે સ્ટેશન થી ભુસાવલ રેલ્વે સ્ટેશન સુધી જવા માટે ભુસાવલ ફેર સ્પેશિયલ ટ્રેનના કોચ નં. ઍસ ૦૩ માં સીટ નં. ૫૪,૫૬ ઉપર બેસી મુસાફરી કરતા તે દરમ્યાન પોતાની લાલ કલરની બેગ સીટ ઉપર મુકી ઉંઘી ગયા હતા અને મળસકે ૪ કલાકે નવસારી રેલ્વે સ્ટેશન આવતા પહેલા ઉઘમાંથી જાગેલ તે વખતે તેમની સીટ નીચે મુકેલ લાલ કલરની બેગમાં રાખેલ ઉપરોકત વસ્તુઓ સાથેની બેગ ની ચોરી થઈ કોઈ અજાણ્યા ઇસમ ચોરી કરી ભાગી છુટ્યો હતો.
બેગમાં સોનાનું મંગળસૂત્ર કિંમત ઍક લાખથી હજાર સોનાની બુટ્ટી કિંમત ૪૦,૦૦૦ તેમજ ઍક મોબાઇલ ફોન કિંમત ૧૮૦૦૦ મળી કુલ ૧,૮૮,૦૦૦ ના મુદ્દા માલ સાથે આરોપી શિવમ કુંજ તિવારી, ઉ.વ.રર, હાલ રહેં મામાની ચાલીમાં સચીન સુરત મુળ રહે. મધ્યપ્રદેશની ધરપકડ કરવામાં આવી છે.
