ધરમપુરમાં ઍસ.ટી. બસની અડફેટે વૃદ્ધા ઈજાગ્રસ્ત
- byDamanganga Times
- 25 February, 2026
(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૨૪ ઃ ધરમપુરથી આહવા–વાપી રૂટ પર દોડતી રાજ્ય પરિવહનની (ઍસ.ટી.) બસની અડફેટે ૬૫ વર્ષીય વૃદ્ધા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી આ અકસ્માત હાથીખાના ખાતે સ્વર્ગવાહિની નદીના પુલ નજીક સર્જાયો હતો. પોલીસ મથકે દલપતભાઈ દ્વારા આપવામાં આવેલી ફરિયાદ મુજબ, બસના ચાલક રાજેશભાઈ રણછોડ દેશમુખે બેદરકારીપૂર્વક બસ હંકારતા અકસ્માત સર્જાયો હોવાની માહિતી પ્રા થવા પામી હતી. બસની ટક્કર લાગતા શાંતિબેન જાદવને માથાના ભાગે ઇજા તેમજ તેમના પગમાં ફ્રેક્ચર થયું હોવાનું જણાઈ આવ્યું હતું.
અકસ્માત બાદ સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
