Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

ખેરગામમાં કાર ચાલકે મોપેડ સવારને અડફેટમાં લેતા બેને ઈજા

ખેરગામમાં કાર ચાલકે મોપેડ સવારને અડફેટમાં લેતા બેને ઈજા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ચીખલી, તા.૨૪ ઃ ખેરગામ થી વલસાડ જતાં જાહેર રોડ ઉપર ખેરગામ બંધાડ ફળિયા ખાતે ઍક ફોરવીલર ચાલકે મોપેડ સવાર મહિલા ને અડફેટે લેતા મહિલાને માથાના ભાગે તથા પગમાં અને હાથમાં ફ્રેક્ચર તથા પાછળ બેઠેલ ઍક બાળકને શરીરે સામાન્ય ઇજા પહોંચાડી ગાડી ચાલક ફરાર થઈ ગયો હોવાની ફરિયાદ ખેરગામ પોલીસ મથકે નોંધાવા પામી છે.

 બનાવની પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ખેરગામ પંથકના બંધાડ ફળીયા પેટ્રોલ પંપ સામે ખેરગામ થી વલસાડ જતાં જાહેર રોડ ઉપર ત્રણ દિવસ અગાઉ બપોરના સમયે ઍક સફેદ કલરની સ્વીફટ ગાડી નંબર જીજે ૨૧ ઍઍ ૭૫૫૭ ના ચાલકે પોતાની ગાડી પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી ઍકટીવા મોપેડ નંબર જીજે ૧૫ ર્ીષ્ઠ ૧૪૯૩ ને પાછળથી ટક્કર મારી અકસ્માત કરતા ગાડી ઉપર સવાર મનીષાબેન પટેલને માથાના ભાગે તથા જમણા પગમાં અને હાથમાં ફ્રેક્ચર થયું હતું જ્યારે પાછળ બેઠેલ કશિશ નામની બાળકીને શરીરે સામાન્ય ઇજા પહોંચાડી સ્વીફટ કાર ચાલક ફરાર થઈ ગયો હોવાની ફરિયાદ બીપીન કાંતિલાલ પટેલ  રહે. અટગામ નેવા ફળિયા તા. વલસાડના ઍ કરતા આગળની વધુ તપાસ ખેરગામ પોલીસ મથકના ઍચ.સી ગુણવંત નાગરાજ કરી રહ્ના છે.