બોડવાંકમાં કારમાંથી રૂ.૩.૧૯ લાખના દારૂ સાથે ત્રણ ઝડપાયા
- byDamanganga Times
- 25 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીખલી, તા.૨૪ ઃ ચીખલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી અવર નવર દારૂની હેરાફેરી થઈ રહી છે ત્યારે નવસારી ઍલસીબી ની ટીમે બોડવાંક ગામેથી મધ્યરાત્રીઍ ઍકસયુવી કારમાંથી રૂપિયા ૩.૧૯ લાખનો દારૂનો જથ્થા સાથે પાયલોટિંગ કરતી ઍક ક્રેટા કાર સહિત ત્રણ શખ્સોને ઝડપી પાડી કુલ્લે રૂપિયા ૨૩.૭૪ લાખનો મુદ્દા માલ કબજે કરી ત્રણ શખ્સોને પકડી પાડી દારૂનો જથ્થો મંગાવનાર સુરત ઉધના ના ઍક શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
બનાવની પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ચીખલી નજીકના બોડવાંક ગામતળ ફળીયા ખાતે સરકારી આયુર્વેદિક દવાખાના પાસે મધ્યરાત્રીઍ નવસારી ઍલસીબીના ઍચ.સી ગણેશ દિનું, બ્રિજેશ, તાહીર અલી તથા યુવરાજસિંહ વિગેરે નાકાબંધી કરી રહ્ના હતા દરમિયાન ઍક કાળા કલરની હૃ્યરુ કાર નંબર સ્ત્રિં્ ૧૫ ણૂષ્ટ ૭૮૨૮ માં દારૂનો જથ્થો ભરી સુરત તરફ જનાર હોય જે દારૂ ભરેલ ગાડીનું પાયલોટીંગ ઍક ક્રેટા કાર નંબર સ્ત્રિં્ ૨૧ ણૂશ્ ૧૦૩૮ સફેદ કલરની કરી રહી છે જે બાતમી આધારે ઉપરોક્ત નંબર વાળી પાઇલોટિંગ કરી રહેલ ક્રેટા કારને અટકાવી દઈ પાછળથી દારૂ ભરી ને આવી રહેલી કાર નંબર સ્ત્રિં્ ૧૫ ણૂષ્ટ ૭૮૨૮ ને રોકી તલાસી લેતા ગાડીમાંથી વ્હિસ્કી તથા ટીન બીયર નંગ ૧૧૩૪ જેની કિંમત રૂપિયા ૩.૧૯.૦૫૦ નો મુદ્દા માલ કબજે લેવામાં આવ્યો હતો જ્યારે ત્રણ નંગ મોબાઈલ તથા પકડાયેલ બે ગાડી જેની કિંમત રૂપિયા ૨૦ લાખ મળી કુલ રૂપિયા ૨૩.૭૪.૦૫૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
દારૂ ભરેલ કારનો ચાલક ડેનિશ વિનોદ પટેલ રહે ઉદવાડા સરોલી સિંગા ફળિયા તા. પારડી તથા ક્લીનર હેતલ રમેશ પટેલ રહે. ઉદવાડા કીકરલા દાભાવાલા ફળિયુ તા. પારડી આ બે શખ્સોને પકડી પાડ્યા હતા જ્યારે દારૂ ભરેલ કારનું પાયલોટિંગ કરતો ક્રેટા કારનો ચાલક અજય બાબુ પટેલ રહે. મોગરાવાડી મંદિર ફળિયુ તા. ચીખલી જેને પણ દબોચી લીધો હતો જ્યારે દારૂનો જથ્થો મંગાવનાર વિજય નામનો શખ્સ રહે. ઉધના સુરત જેને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે જોકે પાયલોટિંગ કરતી ક્રેટા કાર ભાગવા જતા પોલીસ વાહન સાથે અથડાઈ હતી જ્યારે દારૂ ભરેલી કાર પણ ભાગવા જતા ગાડીનો ઍક બાજુનો ભાગ કચ્ચરઘાણ વળી ગયો હતો. બનાવની વધુ તપાસ ચીખલી પોલીસ કરી રહી છે.
