ગણદેવીમાં આગામી પાંચ દિવસ માટે રસ્તો બંધ રહશે
- byDamanganga Times
- 25 February, 2026
(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
ગણદેવી, તા. ૨૪ ઃ ગણદેવી ઍસટી ડેપો થઈ કોર્ટ પરીસર તરફ જતો આવતો બસ રૂટ મંગળવાર થી પાંચ દિવસ માટે બંધ કરાયો છે. ગણદેવી નગરપાલિકા દ્રારા ડેપો નજીક ગણેશ ઍપાર્ટમેન્ટ થી ચાર રસ્તા સુધી ફોર લેન માર્ગ નું કામ હાથ ધરાયુ છે. આ માર્ગ સાડા પાંચ મીટર પહોળો અને ૩૦૦ મીટર લાંબો છે. પોલીમરી ટ્રીટમેન્ટ માર્ગ બની રહ્ના છે,જેને કારણે ગણદેવી ડેપો ઉપર રોજિંદી આવતી જતી ૭૫ જેટલી બસો ડેપો ઉપર આવશે નહીં. રોજિંદા મુસાફરો ઍ ગામ બહાર વંદે માતરમ ચોક કે પછી જલારામ સર્કલ સુધી લાંબા થવું પડશે. જેને પગલે વહેલી સવારે કે મોડી રાત્રે આવન જાવન કરતા મુસાફરો અટવાઈ પડશે. જેમણે ગામ માં જવા ખાનગી વાહનો અને આંતરિક માર્ગો નો સહારો લેવો પડશે. આ ઉપરાંત ઉપરોક્ત માર્ગ સ્થિત સ્વસ્તિક હોસ્પિટલ, ખેડૂત મંડળી, બેંક ઓફ બરોડા, બીઍસઍનઍલ, સરદાર ચોક, કોળી પટેલ સમાજ વાડી જેવા સ્થળો ઍ આવવા જવાની તકલીફ ઊભી થઈ છે.
