પારડી પોલીસે ત્રણે બાળકોને માતા-પિતા સાથે મિલાપ કરાવ્યો
- byDamanganga Times
- 24 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૨૩ ઃ પારડી તાલુકાના રેટલાવ ગામમાં આવેલ હાઇવે ના ફલાઈ ઓવર બ્રિજ નીચેથી પારડી પોલીસને ત્રણ સગીર વયના બાળકો મળી આવ્યા હતા પારડી પોલીસે તપાસ કરતા ત્રણેય બાળકો મૂળ બિહારના હોય અને હાલ વાપી સુલફળમાં રહેતા હોય પારડી પોલીસે પોલીસ ગ્રુપમાં મેસેજ મૂક્યો હોય જેથી ત્રણે બાળકોના વાલીઓ મળી આવ્યા હતા અને પારડી પોલીસે વાલીઓ સાથે બાળકોનો મેળાપ કરાઈ આપતા વાલીઓ અને બાળકોને રાહત મળી હતી. અહીં રેટલાવ બ્રિજ નીચે ત્રણ બિન વારસી બાળકો ઉભા હોય ઍવા પારડી પોલીસ મથકના પીઆઇ જી.આર ગઢવી પાસે સ્થાનિક લોકોના મેસેજ આવ્યા હતા. તેઓઍ તાત્કાલિક પોલીસની ઍક ટુકડી રવાના કરી હતી. ઘટના સ્થળે પોલીસ પહોંચી જઈ બાળકો નો કબજો મેળવ્યો હતો અને તમામ બાળકોને પારડી પોલીસ મથકે લઈ આવ્યા હતા પીઆઇજીઆર ગઢવીઍ પોલીસ વિભાગમાં આ ત્રણેય સગીર વયના બાળકો મળી આવ્યા હોવાના મેસેજ મુકતા વાપી ટાઉન પોલીસ સ્ટેશનથી ત્રણે બાળકોના વાલીઓ અંગેના સરનામા મળી આવ્યા હતા જેથી વાલીઓને જાણ કરતા આજ રોજ વહેલી સવારના વાલીઓ પારડીપોલીસ મથકે આવી પહોંચ્યા હતા. પારડી પીઆઇજીઆર ગઢવીઍ વાલીઓને બોલાવી બાળકો અંગેની ખરાઈ કરી હતી ખરાઈ કરતા જાણવા મળ્યું હતું કે, ખુશ્બુ દેવી લક્ષ્મીકાંત શર્મા અને રૂનીયાદેવી સોનુ પહાડિયા બંને પાડોશી હોય મૂડ બિહારમાં રહેતા હોય અને હાલ વાપીના મોટીસુલ ફળ વિસ્તારમાં આવેલ ઍપાર્ટમેન્ટમાં રહે છે અને ફેક્ટરીમાં કામ કરે છે.
ઍમને પૂછવામાં આવતા બાળકો લગ્નમાં ગયા હોય અને ત્યાંથી કરશે. ચાલી ગયા હોય જેથી તેઓઍ તપાસ કરતાં બાળકો નહીં મળી આવતા વાપી ટાઉન પોલીસમાં જાણ કરી હતી બાળકો વાપી થી રેટલાવ આવી પહોંચ્યા હતા અને પોલીસ દ્વારા તાત્કાલિક પગલાં લેવાતા બાળકોનો ઍમની જોડે મેળાપ થઈ ગયો હતો.
આજે સવારે પી.આઈ.જી.આર ગઢવી અને ઍમની ટીમે વાલીઓ સાથે ઍક બાળકી અને બે બાળકો કુલ ત્રણ નો મેળાપ કરાવતા વાલીઓ અને બાળકોને રાહત મળી હતી આમ પોલીસ અને પબ્લિક ના લીધે ગુમ થનાર ત્રણે બાળકો વાલીઓને મળી ગયા હતા.
પારડી પોલીસે ત્રણે બાળકોને માતા-પિતા સાથે મેળા કરાવી ત્રણે બાળકોને બચાવી લીધા હતા? ક્યાંક બાળકો અટવાય ઍ પહેલા જ પારડી પોલીસે બાળકોના વાલીઓની શોધખોળ કરી નાખી હતી અને બાળકોને પોતાના ઘરે પહોંચતા કર્યા હતા.
