Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

સાપુતારા પોલીસે આંતરરાજ્ય ચેકપોસ્ટ પરથી લાખોનો વિદેશી દારૂ જ કર્યો

સાપુતારા પોલીસે આંતરરાજ્ય ચેકપોસ્ટ પરથી લાખોનો વિદેશી દારૂ જ કર્યો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) 

સાપુતારા, તા. ૨૩ ઃ સાપુતારા ૨૩-૦૨-૨૦૨૬ સાપુતારા પોલીસની ટીમ દ્વારા આંતરરાજ્ય સરહદ પર ગેરકાયદેસર વિદેશી દારૂની હેરાફેરી રોકવા માટે ઍક મહત્વની કાર્યવાહી કરવામાં આવી છે.ડાંગના પોલીસ અધિક્ષક પૂજા યાદવની  સૂચના મુજબ, નાયબ પોલીસ અધિક્ષક કે.આર.ડીમરીના માર્ગદર્શન હેઠળ સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ.પી.ડી.ગોંડલીયાની પોલીસની ટીમે વાહન ચેકિંગની સઘન ઝુંબેશ હાથ ધરી હતી.આ કામગીરી દરમિયાન મહારાષ્ટ્ર રાજ્ય તરફથી આવતા ઍક અશોક લેલન્ડ છોટા હાથી મિની ટેમ્પો (રજીસ્ટ્રેશન નંબર ઞ્થ્-૦૧-ઝ઼ળ્-૭૭૪૧) ને શંકાના આધારે રોકવામાં આવ્યો હતો.તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ટેમ્પોમાં ખાલી ફાલકાની ઉપર તાલપત્રી વીંટાળી તેની આડમાં વિદેશી દારૂનો મોટો જથ્થો છુપાવવામાં આવ્યો હતો. પોલીસે આ ટેમ્પોમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની વ્હીસ્કી અને વોડકાની કુલ ૧૧૫૨ બોટલો (૨૦૭.૩૬ લિટર) કબજે કરી છે,જેની કિંમત અંદાજે કિંમત રૂ. ૧,૪૫,૭૫૦/- જેટલી થાય છે. આ સાથે રૂ. ૨,૦૦,૦૦૦/- ની કિંમતનો ટેમ્પો, રૂ. ૧૪૫૦/- રોકડા અને રૂ. ૫૦૦/- ની કિંમતનો મોબાઈલ ફોન મળીને કુલ રૂ. ૩,૪૭,૭૦૦/- નો મુદ્દામાલ જ કરવામાં આવ્યો છે. આ ગુનામાં પોલીસે ટેમ્પો ચાલક ઉપેન્દ્ર છટુ પ્રસાદ (ભગત), ઉંમર વર્ષ ૫૦, જે હાલ સુરતના કીમ વિસ્તારમાં રહે છે અને મૂળ બિહારનો વતની છે, તેની ધરપકડ કરી છે. જ્યારે આ દારૂના નેટવર્કમાં સામેલ અન્ય ઍક આરોપી, જ્ઞાનેશ્વર ઉર્ફે અનિલ ઉર્ફે ચીકના દયારામ પાટીલ (રહે. લિમ્બાયત, સુરત) ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.આ બાબતે  સાપુતારા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન ઍક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.