Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

ગોઈમાના યુવાને અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

ગોઈમાના યુવાને અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) 

પારડી, તા. ૨૩ ઃ પારડી તાલુકાના ગોઈમા ગામે ઍક ૧૮ વર્ષીય આશાસ્પદ યુવાને અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું આ ઘટનાને પગલે શ્રમિક પરિવારમાં ભારે શોક છવાઈ ગયો છે મહારાષ્ટ્ર પાલઘર જિલ્લાના રાણશેત ગામનો પરિવાર હાલ પારડીના ગોઈમા કેળપાડા ફળીયામાં ગોવિંદભાઈના ઇંટોના ભઠ્ઠા પર મજૂરી અર્થે આવ્યો છે. 

આ પરિવારનો ૧૮ વર્ષીય પુત્ર દર્પણ રામજી ઘોરખના ગત રાત્રિના સમયે કોઈ અગમ્ય કારણોસર ભઠ્ઠા પાસે આવેલા ખેતરમાં ગયો હતો. જ્યાં તેણે લીમડાના ઝાડની ડાળી સાથે ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો.

આ ઘટનાની જાણ મૃતકની માતા હાલીબેન રામજીભાઈઍ પારડી પોલીસને જાણ કરી હતી. પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ-૧૯૪ મુજબ અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.