Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

ચલા ઝંડાચોકથી ૩.૭૮ લાખનો દારૂ સાથે ઍક ઝડપાયો

ચલા ઝંડાચોકથી ૩.૭૮ લાખનો દારૂ સાથે ઍક ઝડપાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) 

વાપી, તા. ૨૩ ઃ દમણથી ટેમ્પો માં પુઠાની આડમાં લઈ જવા તો રૂપિયા ૩.૭૮ લાખનો દારૂના જથ્થા સાથે ઍકને ઍલસીબી પોલીસે ચલા ઝંડા ચોક રોડ ઉપરથી ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરાય છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે વલસાડ જિલ્લા ઍલસીબી પોલીસ વિભાગની ટીમ વાપી પંથકમાં પેટ્રોલિંગ કરી રહ્ના હતા તે દરમિયાન બાતમી મળી હતી કે દમણથી ઍક ટેમ્પોમાં મોટા પ્રમાણમાં દારૂ બિયરનો જથ્થો ભરીને વાપી તરફ આવી રહ્ના છે આથી ઍલસીબી પોલીસ વિભાગની ટીમે ચલાજ ચોકડી ફળિયા નવા પાસે વોચ રાખી સામેથી આવતો ટેમ્પો નંબર જીજે ૧૫ ઍવી ૫૧ ૭૨ ને રોકી તેમાં તપાસ કરતા કોર્ટન દોરાના વેસ્ટ રોલ ભરેલ પુઠાના બોક્સ ની આડમાં દારૂ બિયરની ૧૫૩૬ બોટલ જેની કિંમત રૂપિયા ૩,૭૮,૭૨૦ તેમજ ચાલક જય હિન્દ ભૈયા લાલ ચૌહાણ રહેશે નાની અટકાયત કરી તેની પાસે તપાસ કરતા ઍક મોબાઇલ ફોન જેની કિંમત રૂપિયા ૩૦૦૦ મળી કુલ્લે ૮૧,૭૨૦ નો મુદ્દા માલ કબજે કરી વાપી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ કરતા આ દારૂનો જથ્થો રાહુલ નામના ઇસમે દમણથી ભરાવ્યો હોય આથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ વાપી ટાઉન પોલીસ કરી રહી છે.