વાપી-ડુંગરાથી ગેંગરેપનો આરોપી ઝડપાયો
- byDamanganga Times
- 24 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૩ ઃ વાપીના ડુંગરા વિસ્તારમાં થી ગેંગરેપના ગુનાનો નાસ્તો ફરતો આરોપી રાજા બાબુ ઉદયમલ કુશવાહા ને પેરોલ ફર્લો સ્કોવોડ વલસાડની ટીમે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરાય છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વાપીના ડુંગરા વિસ્તારમાં આરોપી રાજા બાબુ ઉદ મેલ કુશવાહા તથા પ્રિન્સ ઉદ્મેલ કુશવાહનાઓઍ ફરિયાદી સાથે મિત્રતા કેળવી નોકરી આપવાની લાલચ આપી વિશ્વાસ કેળવી આરોપીઓ ઍક ઉત્તર પ્રદેશથી વાપી ચીરીમાં લાવી બળજબરી પૂર્વક અવારનવાર બળાત્કાર ગુજારી છીરી ના રણછોડ નગર ખાતે તેમની રૂમમાં બંધ કરી ગેરકાયદે અટકાયત રાખી ગુનો કર્યો હતો આ પૈકી અગાઉ પોલીસે આરોપી પ્રિન્સ કુશવાહાને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી અને રાજા બાબુ ખુશવાહને નાસ્તો ફરતો વોન્ટેડ જાહેર કરાયો હતો આ અંગે આજે પેરોલ ફર્લો સ્કોવોડ ની ટીમ વાપી પંથકમાં પેટ્રોલિંગ કરી રહ્ના હતા તે દરમિયાન આરોપીને વાપી ખાતેથી ઝડપી પાડી ડુંગરા પોલીસ ખાતે સોપાયો છે.
