Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

વાપી ભાજપ અગ્રણીની હત્યાના આરોપીની જામીન અરજી નામંજૂર

વાપી ભાજપ અગ્રણીની હત્યાના આરોપીની જામીન અરજી નામંજૂર


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) 

વાપી, તા. ૨૩ ઃ વાપી તાલુકા ભાજપના અગ્રણી શૈલેષ કિકુભાઈ પટેલની હત્યા કરવાના ગુનામાં સનવાયેલા આરોપી વૈભવ ઉફે રાહુલસિંહ હરિરામ યાદવ ની રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરવાનો હુકમ કરાયો છે.

 આધારભૂત સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ત્રણ વર્ષ પહેલાં વાપીના કોચરવા માં રહેતા અને વાપી તાલુકા ભાજપના અગ્રણી શૈલેષભાઈ કીકુભાઇ પટેલની અંગત અદાવતમાં તેમના જ ગામના ઈસમોઍ સોપારી આપી રાતા ગામે આવેલ શિવ મંદિરમાં વહેલી સવારમાં પૂજા કરવા માટે ગયા હતા તે દરમિયાન સ્ન્ણૂંશ્વષ્ટજ્ઞ્ં કારમાં બેઠા હતા તે દરમિયાન જ બાઈક પર આવી ફાયરીંગ કરી હત્યા કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા જે અંગે વલસાડ જિલ્લા ઍલસીબી પોલીસ વિભાગની ટીમે આરોપીઓને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. જે અંતર્ગત આ હત્યાના ગુનામાં સનવાયેલા આરોપી વૈભવ ઉફે રાહુલસિંહ હરિરામ યાદવની ઍલસીબી પોલીસે અટકાયત કરી ચારસીટ રજૂ કરતા આરોપી દ્વારા વાપીના ઍડિશનલ સેશન જજ ઍચઍન વકીલની કોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી કરવામાં આવી હતી જે અંગે સરકારી વકીલ અનિલ ત્રિપાઠી દ્વારા ધારદાર રજૂઆત અને પુરાવાઓ કોર્ટમાં રજૂ કરતા વાપીના ઍડિશનલ સેશન જજ ઍચ ઍન વકીલ દ્વારા આરોપીની જામીન અરજી નામંજૂર કરવાનો હુકમ કરાયો છે.