વલસાડમાં ચેક બાઉન્સ કેસમાં આરોપીને ઍક વર્ષની કેદ અને રૂ.૧૨ લાખનું વળતર ચુકવવા આદેશ
- byDamanganga Times
- 24 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૩ ઃ બે વર્ષ અગાઉ વલસાડના પારડી સાંઢપોર ના મિત્ર પાસે અંગત કામ માટે રૂ.૧૨ લાખ લીધાં બાદ આપેલ ચેક રિટર્ન થતાં વલસાડની કોર્ટે અબ્રામાના આરોપીને ૧ વર્ષ જેલની સજા અને રૂ.૧૨ લાખ વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે. સાથે મોટા રોકડ વ્યવહારો અંગે નામદાર સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશો મુજબ ઇન્કમટેક્સ વિભાગને પણ આ મામલે તપાસ કરવા આદેશ કર્યો છે.
વલસાડના પારડી સાંઢપોર માં રમણભાઈ કરશન પટેલ રહે છે. વલસાડનામાં રહેતા જુના મિત્ર ભરતભાઈ મોતીભાઈ સોલંકી ને ફેબ્રુઆરી ૨૦૨૩ માં અંગત કામ માટે નાણાંની જરૂર પડતા રમણભાઈ પટેલે તેને પોતાની બચત કરેલી રકમમાંથી ટુકડે ટુકડે ૧૨ લાખ રૂપિયા ઉછીના આપ્યા હતા.
ઓક્ટોબર ૨૦૨૪ માં જ્યારે રમણભાઈઍ પોતાના આપેલી રકમની માંગણી કરતા મિત્ર ભરત સોલંકી દેવું ચૂકવવાની જવાબદારી સ્વીકારી અને તારીખ ૧૧-૧૦-૨૦૨૪ ના રોજ ઍક્સિસ બેન્ક વલસાડન શાખાનો ૧૨ લાખનો ચેક આપ્યો હતો. જે ચેક બેંકમાં જમા કરાવતા અપૂરતા ભંડોળને કારણે પરત (બાઉન્સ) ફર્યો હતો. જેથી ફરિયાદીઍ તેમના વકીલ ઍસ. ઍમ. દેસાઈ મારફત વલસાડ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. બંન્ને પક્ષે દલીલો સંભાળ્યા બાદ તમામ પુરાવા અને દલીલોને ગ્રાહ્ના રાખી ચોથા અધિક સિનિયર સિવિલ જજ અને અધિક સીજેઍમ વાદી મિતેશકુમાર ગિરધરભાઈ ઍ આરોપી ભરતભાઈ મોતીભાઈ સોલંકી રહે અબ્રામા વલસાડ ને દોષિત ઠેરવી ૧ વર્ષની સાદી કેદ ની સજા તેમજ આરોપીઍ ફરિયાદીને ચેકની રકમ મુજબ રૂ .૧૨ લાખ વળતર પેટે ચૂકવવા અને જો વળતર ચૂકવવામાં કસૂર થશે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજા ફટકારવાનો હુકમ કર્યો છે. ચુકાદા સમયે આરોપી ગેરહાજર હોવાથી તેમના જામીનખત રદ કરી, સજા વોરંટ બજવણી માટે પોલીસ વિભાગને આદેશ કરાયો છે. આ કેસમાં રૂ .૧૨ લાખનો વ્યવહાર રોકડમાં હોવાથી, કલમ-૨૬૯લ્વ્ મુજબ કાર્યવાહી કરવા માટે ફરિયાદીની વિગતો અને પાનકાર્ડની નકલ ડાયરેક્ટર ઓફ ઇન્કમટેક્ષ, અમદાવાદ ને મોકલી આપવા હુકમ કરાયો છે.
