ખડકીભાગડામાં ક્રિકેટમાં સ્ટમ્પથી હુમલો કરનાર ઝડપાયો
- byDamanganga Times
- 24 February, 2026
વલસાડ, તા. ૨૩ ઃ જૂની અદાવાદને લઈ ગઈકાલે વલસાડના ખડકી ભાગડા ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઝઘડો કર્યા બાદ ત્રણ સામે ઍક ઇસમે ક્રિકેટ સ્ટમ્પ વડે હુમલો કરવાની ઘટનામાં ઍક આરોપીની ધરપકડ કરી છે જ્યારે બે આરોપીને પોલીસ શોધખોળ કરી રહી છે.
વલસાડ શહેરના ખડકીભાગડા ગ્રાઉન્ડ પાસે રહેતા હિરેન પટેલ સાથે ગઈકાલે રવિવારે રાત્રે થયા જૂની અદાવત ને લઈ ઝઘડો બોલા ચાલી થયા બાદ હિમેશ પટેલ, વિશાલ પટેલ અને ડીલર નામ ધરાવતો ઍ ઇસમે હિરેન પટેલ નામના યુવક પર તમ ક્રિકેટનો સ્ટમ્પ વડે માથામાં હુમલો કરતા ગંભીર ઇજા પહોંચતી હતી. ઍ તાત્કાલિક વલસાડની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો. મારા મારી ની ઘટના અંગે વલસાડ સીટી પોલીસ કોથકના ઍઍસઆઈ હેમંત ને મળેલી બાતમી આધારે ભાગી ગયેલા ત્રણ આરોપી પૈકી હિમેશ મનીષભાઈ પટેલ રહે ખડકીભાગડા વલસાડની ધરપકડ કરવામાં આવી છે જ્યારે ભાગી છૂટેલા વિશાલ પટેલ અને ડીલર નામનાઈસમની પોલીસે શોધખોળ શરૂ કરી છે.
