ખેરગામ તા.પં.ની સામાન્ય સભામાં વિપક્ષોઍ પસ્તાળ પાડી ધરણા કર્યા
- byDamanganga Times
- 24 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીખલી, તા.૨૩ ઃ ખેરગામ તાલુકા પંચાયતની યોજાયેલી ખાસ સામાન્ય સભામાં વિપક્ષી સભ્યો દ્વારા રજુ કરેલા કેટલાક પ્રશ્નો ના જવાબો ઍજનડા મા સમાવેશ ન કરાતા વિપક્ષી સભ્યો તાલુકા પંચાયત કચેરીમાં જ ધરણા ઉપર બેસી જતા ઍક તબક્કે મામલો પેચીદો બની જવા પામ્યો હતો.
ખેરગામ તાલુકા પંચાયતના પ્રમુખ રાજેશ પટેલની અધ્યક્ષતામાં તાલુકા પંચાયતના સભાખંડમાં ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું દરમ્યાન નાંધઈ તાલુકા પંચાયત બેઠક પરથી ચૂંટાયેલા કોંગ્રેસના વિપક્ષી નેતા સુભાષ પટેલ દ્વારા ગત ૨૦/૦૨/૨૦૨૬ ના રોજ ખેરગામ તાલુકા પંચાયત પ્રમુખને સંબોધીને ૮ જેટલા પ્રશ્નોની સામાન્ય સભામાં ચર્ચા કરવા બાબતે લેખિત રજૂઆત કરી હતી પરંતુ ખાસ સામાન્ય સભામાં વિપક્ષી સભ્યો દ્વારા રજૂ કરાયેલા લેખિત પ્રશ્નોની કોઈજ કાર્યવાહી કરવામાં ન આવતા તેમજ લેખિત માં રજૂ થયેલા ૮ જેટલા પ્રશ્નોનો કોઈપણ જવાબ તાલુકા પ્રમુખ દ્વારા આપવામાં ન આવ્યો હોય તેમજ ખાસ સામાન્ય સભાને પૂર્ણ જાહેર કરી દેવામાં આવતા વિપક્ષી નેતા સુભાષભાઈ પટેલ તેમજ કોંગ્રેસના અન્ય ત્રણ મહિલા સભ્યો સહિતનાઓ તાલુકા પંચાયતના દરવાજા પાસે જ ધરણા ઉપર બેસી ગયા હતા જોકે તાલુકા વિકાસ અધિકારી દ્વારા વિપક્ષી સભ્યોને સમજાવવાનો પ્રયત્ન કરાયો હતો પરંતુ વિપક્ષી સભ્યો માન્યા ન હતા જોકે આ બાબતે વિપક્ષી નેતા સુભાષભાઈ પટેલને પૂછતા તેમણે જણાવ્યું હતું કે અમારા દ્વારા ૮ જેટલા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા ઍ બાબતનો ઍક પણ પ્રશ્નોના જવાબ તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા આપવામાં આવ્યા ન હતા ખેરગામ તાલુકામાં વિકાસના કેટલાક કામોમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાની અમે લેખિત રજૂઆતો કરી હતી પરંતુ પ્રમુખ દ્વારા કોઈ જવાબો આપવામાં આવ્યા ન હતા જોકે ખેરગામ તાલુકા પંચાયતની સામાન્ય સભા માર્ચ ૨૦૨૫ માં યોજાઈ હતી જોકે વિપક્ષોના પ્રશ્નોના જવાબથી બચવા તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા ખાસ સામાન્ય સભાનું જ આયોજન કરવામાં આવતું હોય પરંતુ ૧૧ માસ બાદ પણ સમાન્ય સભા બોલાવવામાં આવી ન હતી.
