વલસાડના શોપિંગ સેન્ટરમાં આગ લાગી
- byDamanganga Times
- 23 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ )
વલસાડ, તા. ૨૨ ઃ ઍક બાજુ લગ્નની વિધિ ચાલતી હતી ત્યારે સાંસ્કૃતિક હોલની નીચે આવેલી શોપિંગ સેન્ટરમાં આગ લાગવાની ઘટના બનતા અફરા તફરી નો માહોલ સર્જાયો હતો. આગની ઘટના બનતા સાવચેતીના પગલાં રૂપે તાત્કાલિક હોલને ખાલી કરવામાં આવ્યો હતો. જોકે શોપિંગ સેન્ટરમાં વેપારીઓ તથા આજુબાજુના યુવાનોઍ સમય સૂચકતા વાપરી આગને કાબુમાં લીધી ઘટનાની જાણ થતા વલસાડ ફાયર બ્રિગેડ ની ટીમ આવી પાણીનો મારો ચલાવી આગને વધુ ફેલાતા અટકાવી લોકો ઍ રાહતો શ્વાસ લીધો હતો. વલસાડ શહેરના દશેરા ટેકરી વિસ્તારમાં રવિવારે બપોરના સમયે ઘાંચી સમાજના શોપિંગ સેન્ટરના ર્પાકિંગના પાછળના ભાગમાં આવેલા ઇલેક્ટ્રિક વાયરો અને ત્યાં પડેલા પુઠ્ઠાના જથ્થામાં શોર્ટ સર્કિટ ના કારણે આગ લાગવાની ઘટના બની હતી. આગના કારણે ધુમાડાના ગોટેગોટા હોલમાં પહોંચતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. લગ્નની વિધિ ચાલી રહી હતી તે દરમિયાન અચાનક આગ લાગવાની ઘટના બની હોય તે દરમિયાન પ્રસંગમાં આવેલા મોટી સંખ્યામાં લોકોને સાવચેતીના પગલાં રૂપે તાત્કાલિક હોલને ખાલી કરી દેવામાં આવ્યો હતો. શોપિંગ સેન્ટરની દુકાનમાં આગ લાગવાની ઘટનાની જાણ થતા વેપારી અજીતભાઈ અને તેમના મિત્રો દુકાનમાં રહેલા ફાયર સિલિન્ડર લઈ યુવાનો તાત્કાલિક આગ ઉપર છટકાવ કરી આગ બુજાવાનું કામ કર્યું હતું. ઘટનાની જાણ થતા વલસાડ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ગોળી આવી પાણીનો મારો ચલાવી આજને કાબુમાં લીધી હતી. સદનસીબે, આ ઘટનામાં કોઈ પણ વ્યક્તિને ઈજા કે જાનહાનિ થઈ નથી.
