Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

નાંધઈ પ્રા. શાળામાં બાળકોને પીરસાયેલા ચણાચાટમાંથી પોટલી નિકળતાં તંત્ર દોડયું

નાંધઈ પ્રા. શાળામાં બાળકોને પીરસાયેલા ચણાચાટમાંથી પોટલી નિકળતાં તંત્ર દોડયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ચીખલી, તા. ૨૨ ઃ નવસારી જિલ્લાના તાલુકાઓમાં આવેલ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને પીરસવામાં આવતું ભોજન જે નાયક ફાઉન્ડેશન દ્વારા પૂરું પાડવામાં આવતું હોય છે ત્યારે  બાળકોના ભોજનમાં ક્ષતિઓ આવતી હોવાની ફરિયાદો અવર નવર થતી રહી છે ત્યારે ખેરગામ તાલુકાના નાંધઈ ગામે આવેલ પ્રાથમિક શાળામાં શનિવારના રોજ ચણા ચાટમાં કોઈ પદાર્થ ભરેલ પોટલી મળી આવતા અને શિક્ષકોઍ સમયસૂચકતાથી ચણાચાટ ન પીરસાતા બાળકોના માથેથી મોટી ઘાટ ઉતરી જવા પામી છે.

 ખેરગામ તાલુકાના નાંધઈ ગામે પ્રાથમિક શાળામાં બાળકોને પીરસવામાં આવતું ભોજનમાં શનિવારના રોજ ચણા ચાત નાયક ફાઉન્ડેશન દ્વારા પીરસવામાં આવ્યું હતું જેમાં પીરસતી વખતે ચણા ચાટ માંથી ઍક પોટલી મળી આવી હતી. જે શાળાના શિક્ષકોઍ જોતા ઍક તબક્કે શિક્ષકો પણ અચંબામાં મુકાઈ ગયા હતા પરંતુ શિક્ષકોની અગમ ચેતી વાપરી થાળીમાં પીરસવામાં આવેલ ચણાચાટ બાળકોને આરોગવાનીના પાડી દીધી હતી અને ખેરગામ તાલુકા મામલતદારને જાણ કરાતા તાત્કાલિક નાંધઇ પ્રાથમિક શાળામાં જઈને જોતા અધિકારીઓ પણ વિચારતા થઈ ગયા હતા. જોકે ચણા ચાટ માંથી મળી આવેલ પદાર્થને લેબ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યું છે ત્યારે નાયક ફાઉન્ડેશન દ્વારા પીરસવામાં આવતા ભોજનની ગુણવત્તાના મામલે અનેકવાર ફરિયાદો ઉઠી છે પણ તંત્ર દ્વારા કોઇ પગલાં ભરવામાં આવતા નથી.