Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

વાપી-ડુંગરી ફ.માં ભંગારના કચરામાં આગથી દોડધામ

વાપી-ડુંગરી ફ.માં ભંગારના કચરામાં આગથી દોડધામ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ )

વાપી, તા. ૨૨ ઃ વાપીના ડુંગરી ફળિયા ના મહાવીર નગરમાં ભેગો કરાયેલો કચરાના ઢગલામા આગ લાગવાના બનાવને લઈ સ્થાનિક લોકોમાં ભારે દોડધામ મચી જવા પામી હતી.

વાપી મહાનગરપાલિકાના ડુંગરી ફળિયા વિસ્તારમાં આવેલા મહાવીર નગરના રહેણાંક વિસ્તારમાં રહેલ  જૂના કચરામાં અચાનક આગ  લાગવાનો બનાવ બન્યો હતો આ આગે ગણતરીના સમયમાં જ મોટું સ્વરૂપ ધારણ કરી લેતા સ્થાનિક લોકો તેમજ રાહદારીઓમાં ભારે દોડધામ અને ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો સ્થાનિક રહેવાસીઓઍ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર વિભાગ ની ટીમ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાઈ હતી સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ નથી, પરંતુ શરૂઆતના અંદાજ મુજબ જૂના કચરા અને ભંગારીયા દ્વારા ભેગો કરવામાં આવેલ પ્લાસ્ટિક વેસ્ટ અને કચરો તેમજ જ્વલનશીલ પદાર્થમાંથી નીકળેલી તણખાને કારણે આગ લાગી હશે.