Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

દમણની કંપનીમાં ત્રણ કર્મીઅોને બંધક બનાવી કોપર વાયરની ચોરી

દમણની કંપનીમાં ત્રણ કર્મીઅોને બંધક બનાવી કોપર વાયરની ચોરી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

દમણ, તા. ૨૨ ઃ દમણ -દાભેલના બાલાજી ઇન્ડસ્ટ્રીઝ ઍસ્ટેટમાં દમણ વાયર ઍન્ડ ઇન્સ્યુલેશન કોપર વાયર સ્ટોર છે. શુક્રવારે વીજળી ગુલ થવાને કારણે મોટાભાગના કામદારો રજા પર હતા. સ્ટોરમાં ૩ કર્મચારીઓ હતા. રાત્રે ૨ વાગ્યાની આસપાસ, લોકોના ઍક જૂથે આવીને ઍક કર્મચારીને બ્રેસલેટ વડે માથામાં માર મારીને ઘાયલ કરી દીધો. ત્યારબાદ, તેઓઍ તેમને બંધક બનાવી લીધા અને ત્યાં રાખેલા ઍક ટન કોપર વાયરને ઇસર ટેમ્પોમાં લોડ કરીને લૂંટી લીધા. કંપની અને નજીકમાં લગાવેલા સીસીટીવી કેમેરાના વાયર કાપીને નીચે પાડી દેવામાં આવ્યા. ઍક ટન કોપર વાયરની કિંમત આશરે ૧૨ લાખ રૂપિયા હોવાનું કહેવાય છે.

બીજી તરફ, પોલીસ સૂત્રોઍ જણાવ્યું હતું કે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આરોપીની ધરપકડ થયા પછી માહિતી આપવામાં આવશે.