વાપી નોટિફાઇડ ઓથોરિટી દ્વારા નવનિર્મિત પેવર બ્લોક રોડનું લોકાર્પણ
- byDamanganga Times
- 23 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ )
વાપી, તા. ૨૨ ઃ વાપી ખાતે નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર આવેલ હોટલ પેપીલોન ખાતે ના ચાર રસ્તા ઉપર વાપી નોટિફાઇડ ઓથોરિટી દ્વારા નવનિર્મિત પેવર બ્લોક રોડનું લોકાર્પણ કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે રાખવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વીઆઇઍ પ્રમુખ સતિષભાઈ પટેલ, વાપી નોટિફાઇડ બોર્ડ ના ચેરમેન યોગેશભાઈ કાબરીયા, પૂર્વ નોટિફાઇડ ચેરમેન હેમંતભાઈ પટેલ, વાપી ભાજપ પ્રમુખ મનીષભાઈ દેસાઈ વાપી નોટિફાઇડ ભાજપ પ્રમુખ અમનભાઈ ત્રિવેદી, ચીફ ઓફિસર મહેશભાઈ કોઠારી, મેહુલભાઈ પટેલ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્ના હતા. પેપીલોન લોન ચોકડી ખાતે ૨.૩૩ કરોડના ખર્ચે થયેલ પેવર બ્લોક નું કામ જે ચાર ફેસમાં થવાનું છે જેમાંનું ઍક કામ પૂર્ણ થતા નાણામંત્રી તેમજ સ્થાનિક ધારાસભ્ય કનુભાઈ દેસાઈના હસ્તેલોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેને લઇ છેલ્લા કેટલાક દિવસોથી વાપીમાં હાઇવે બ્રિજ ચાર રસ્તા પાસે થતી ટ્રાફિકની સમસ્યાથી છુટકારો મળવાની પૂરેપૂરી શક્યતા છે.
