પારડીમાં ગાંધીમેળાના અંતિમ દિવસે ગાંધી સ્મરણ મહોત્સવની ઉજવણી કરાઈ
- byDamanganga Times
- 23 February, 2026
દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ
પારડી, તા. ૨૨ ઃ પારડીમાં ડીસીઓ હાઇસ્કુલ માં છેલ્લા ત્રણ દિવસથી વલસાડ ગાંધી વિચાર મંચ દ્વારા ચાલી રહેલા ગાંધીમેળાના અંતિમ દિવસે ગાંધી સ્મરણ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ મહોત્સવ દરમિયાન પૂજ્ય મહાત્મા ગાંધી જેના ગીતો ગાંધીજીના જીવનના પ્રસંગો અને વિચારોનો પરિચય જેવા મહત્ત્વપૂર્ણ કાર્યક્રમમાં યોજાયા હતા ગાંધી સ્મરણ મહોત્સવ ની શરૂઆત બપોરે ત્રણ કલાકે કરવામાં આવી હતી જેમાં સર્વપ્રથમ ગાંધીજીના જીવન વિશે તૈયાર કરવામાં આવેલ નાનકડી પીચર બતાવવામાં આવી હતી. ગાંધીજીના જીવન વિશેના ગીતો રજૂ કરવામાં આવ્યા હતા. ઍમના જીવન ના વિવિધ પ્રસંગો અને વિચારનો પરિચય આપવામાં આવ્યો હતો જાણીતા વડોદરા ના લેખક બીરેન કોઠારીઍ ગાંધીજીની રમુજ વ્રતી વિષય પર જાણકારી આપી હતી આ ગાંધી સ્મરણ મહોત્સવના મુખ્ય વક્તા માજી આરોગ્ય મંત્રી ડોક્ટર જય નારાયણ વ્યાસ તેઓઍ ગાંધીજીના વિચારો વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. તેઓઍ લખેલી પુસ્તક ગાંધી વિચાર આજના યુગમાં કેટલો પ્રસ્તુત આ પ્રસ્તુત અંગે સંપૂર્ણ જાણકારી આપી હતી સત્ય અને અહિંસાનો પ્રતીક ઍટલે પૂજ્ય મોહનલાલ કરમચંદ ગાંધી છે ઍમના જીવનના સિદ્ધાંતોને મૂલ્યોને આજના યુવાનોઍ પોતાના જીવનમાં ઉતારી પોતાનું જીવન પ્રગતિશીલ બનાવવા જોઈઍ તેઓઍ આધુનિક વિસરતા યુગમાં ગાંધીજીના માત્ર ઍક સિદ્ધાંતને પોતાના જીવનમાં ઉતારવું જોઈઍ અને પોતાનું જીવન મહેનત અને ઈમાનદારી થી જીવવા જઈઍ તો આપણે ખરા અર્થમાં ગાંધીજીની વિચારધારા સાથે સંકળાયેલા છે. ઍવું માની શકાય છે આ કાર્યક્રમમાં વલસાડ ગાંધી વિચાર સંસ્થાના નટુભાઈ બીઍન જોશી ડો. ઍમ ઍમ કુરેશી દિનેશભાઈ સાકરીયા દિનેશભાઈ શાહ ડો. કુરેશા ઍમ કુરેશી પારડીના અગ્રણી મહાનુભાવો હેમંતભાઈ દેસાઈ ધર્મીનભાઇ ડો. કાર્તિક ભદ્રા ડો. લતેશ પટેલ જય પ્રકાશભાઈ દેસાઈ સાથે વરિષ્ઠ નાગરિક મંડળ સદસ્યો દૂર દૂરથી આવેલા મહાનુભાવો અને પારડીના નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.
