Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

આજથી વલસાડ ડેપોની તમામ બસ ખેરગામ બજારમાંથી આવજાવ કરશે

આજથી વલસાડ ડેપોની તમામ બસ ખેરગામ બજારમાંથી આવજાવ કરશે


(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)

ખેરગામ, તા. ૨૨ ઃ ખેરગામ બાયપાસ-લિંકરોડમાં અડધા માર્ગમાં આરસીસી કામ કરવાનું હોવાથી જાહેરનામુથી જમા શાળાથી ખેરગામમાં પ્રવેશ માર્ગ ડિસે.અંતે બંધ કરવામાં આવ્યો હતો. તા.૨૨/૨ સુધીમાં મુખ્ય કામ સંપન્ન થતાં નાયબ કાર્યપાલક ઇજનેર ચીખલી પંચાયત પેટા વિભાગના ગૌરાંગ રામાણીઍ જે અવરોધો-આડશ ઊભા કરેલા તે રવિવારે દૂર કરી દેતા બાયપાસ માર્ગ સંપૂર્ણ ખુલ્લો થઈ જતાં સોમવાર સવારથી વલસાડ ડેપોની બસ સેવા ખેરગામ બજારમાંથી પુનઃ શરૂ થઈ જતાં ગામતળવાસીઓને ખૂબ જ રાહત થશે. ખેરગામના જાગૃત નાગરિક દ્વારા વલસાડ ડેપોના ટ્રાફિક ઇન્ચાર્જ ઝાકીર શેખને જાણ કરવામાં આવતા આવતી કાલથી અમલ માટે સંબંધિતોને સૂચના આપી છે. ધરમપુર બીલીમોરા ડેપોની નાની મોટી તમામ બસ બજારમાંથી સરળતાથી પસાર થઈ છે. લીંકરોડના આરસીસી કામ માટે ગ્રામજનોના સારા સહકાર બદલ નાકાઈ રામાણીઍ ખુશી વ્યક્ત કરતા અગ્રણી ગ્રામજનોઍ તેમનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.