વલસાડ યુવા ભાજપે કોîગ્રેસ વિરુદ્ધ મૌન રેલી યોજી
- byDamanganga Times
- 23 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૨ ઃ રેલી દિલ્હીમાં આયોજિત ગ્લોબલ ખ્ત્ સમિટ દરમિયાન યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરતા તેના વિરોધમાં ભાજપે કોંગ્રેસની માનસિકતા સામે વલસાડમાં ભાજપ યુવા મોરચા દ્વારા ઍક મૌન રેલી કાઢી હતી.
હાલમાં દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય સ્તરની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (ખ્ત્) સમિટ યોજાઈ હતી, જેમાં વિશ્વભરની જાણીતી કંપનીઓ અને પ્રતિનિધિઓઍ ભાગ લીધો હતો. જે કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓઍ અયોગ્ય રીતે વિરોધ પ્રદર્શન કરીને ભારતની વૈશ્વિક છબીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. જેના વિરોધમાં ભાજપે કોંગ્રેસની માનસિકતા સામે વિરોધ નોંધાવ્યો હતો અને રાહુલ ગાંધીને સદબુદ્ધિ મળે તેવી પ્રાર્થના કરી હતી. વલસાડના મુખ્ય માર્ગો પર ભાજપના કાર્યકરોઍ કેસરી ખેસ ધારણ કરીને મૌન રેલી કાઢી હતી. જોકે તે અગાઉ મૌન રેલીના ઍક દિવસ અગાઉ ભાજપ યુવા મોરચા દ્વારા રાહુલ ગાંધીના પુતળાનું દહન કરીને પણ વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.
