ડુંગરામાં લગન્ પ્રસંગે ફટાકડા ફોડતા ફલેટમાં આગ
- byDamanganga Times
- 21 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૨૦ ઃ વાપી મહાનગરપાલિકાના ડુંગરા હરિયા પાર્ક સોસાયટીમાં ગત રાત્રે લગ્નના જશનમાં થયેલી ઍક બેદરકારીઍ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું. લગ્નની જાન નીકળી રહી હતી ત્યારે હવામાં ઊંચે જતા ફટાકડા ઍટલે કે આતસબાજી ફટાકડા ફોડવામાં આવી રહ્ના હતા, જે પૈકીનો ઍક સળગતો ફટાકડો નજીકની ઈમારતના ઍક બંધ મકાનની બારી વાટે અંદર જઈ પડ્યો હતો. ફટાકડાના કારણે રૂમમાં રહેલા સામાનમાં તરત જ આગ ફાટી નીકળી હતી અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી આખું મકાન લપેટમાં લીધું હતું.
આ ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને સ્થાનિકોઍ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડના જવાનોઍ તાત્કાલિક તેમની ટીમ સાથે સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં મકાનમાં રહેલું ફર્નિચર, કપડાં, ઈલેક્ટ્રોનિક વસ્તુઓ અને અન્ય ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. સદનસીબે દુર્ઘટના સમયે રૂમમાં કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.જોકે આ અંગે મકાન માલિક દ્વારા ડુંગરા પોલીસ મથકમાં ફરિયાદ કરાતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્નાં છે.
