Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

પારડીના ચંદ્રપુરમાં અોવરટેક મુદ્દે બબાલમાં ઍક ગંભીર

પારડીના ચંદ્રપુરમાં અોવરટેક મુદ્દે બબાલમાં ઍક ગંભીર


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

પારડી, તા.૨૦ ઃ પારડીમાં ચંદ્રપૂર પાસે નેશનલ હાઇવે નંબર ૪૮ ના બ્રિજ પાસે ઍક આઇસર ટેમ્પા ચાલકે ઓવરટેક કરતા ઇકો કાર માં સવાર કંપનીમાં કામ કરતા કામદારો ગભરાઈ જતા ઇકો સાઈડ કરી હતી. જયારે આઇસર ટેમ્પો ચાલકે ઓવરટેક મામલે રકઝક થતા વાપી સુધી પીછો કરી ઇકો કાર ચાલક પર લોખંડના સળિયા વડે જીવલેણ હુમલો કરતા ઘાયલ દીક્ષિત પટેલે ૧૦૮ મારફતે વલસાડની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં કંપનીમાં કામ કરતા અન્ય કામદારો હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. વલસાડ ધરાસણા ના ઇકો ચાલક દીક્ષિત પટેલ અને આઇસર ટ્રક ચાલક સાથે ઓવરટેક મામલે રકઝક થતા વાપી આલોક કંપનીના ગેટ પાસે જીવલેણ હુમલો કર્યો હોવાનું જણાવ્યું હતું. હાલ ઇજાગ્રસ્તને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.