વાપીનો તડીપાર ઈસમ ફરી દેખાતા અટકાયત
- byDamanganga Times
- 21 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૦ ઃ વાપી જીઆઇડીસી ના ન્યુ હાઉસિંગ ખાતે રહેતા અને જીઆઇડીસી વિસ્તારમાં તેમજ વાપીમાં દારૂના ગુના નો આરોપી તેમજ અસામાજિક અને માથાભારે ઈસમ પંકજ પ્રભુનાથ ડૂબે ને ચાર જિલ્લામાંથી તડીપાર કરવા છતાં વલસાડ જિલ્લાના વાપીમાં ફરીથી પ્રવેશતા પોલીસે અટકાયત કરી કાર્યવાહી હાથ ધરાય છે
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે વલસાડ જિલ્લા પોલીસવાળા ની સૂચના અને માર્ગદર્શન હેઠળ વાપી જીઆઇડીસી પોલીસ મથકના પીઆઈ દ્વારા આજે ચાર જિલ્લા ઍટલે કે વલસાડ સુરત નવસારી અને ડાંગમાંથી તડીપાર કરાયેલા દુબે ભાઈઓ પૈકીનો પંકજ પ્રભુનાથ ડૂબે ઉંમર વર્ષ ૩૦ રહે ન્યુ ગુજરાત હાઉસિંગ સોસાયટી જીઆઇડીસી ગુંજન વાપીના દ્વારા સબ ડિવિઝનલ મેજિસ્ટિક પારડીના હુકમનો અનાદર કરી વલસાડ જિલ્લાના વાપી પંથકમાં ફરીથી પ્રવેશ કરતા અને આ માથાભારે ઈસમથી સ્થાનિક લોકો તેમજ વેપારીઓમાં ભયનો માહોલ હોય વાપી ઉદ્યોગ નગર પોલીસ મથકના પીઆઈ અમીરાજ રાણા દ્વારા તેની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
