ચીખલીમાં નવા દુકાનના ઉદ્દઘાટનમાં કિન્નરોઍ મોîઢું ફાડતાં પોલીસ બોલાવાઈ
- byDamanganga Times
- 21 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીખલી, તા.૨૦ ઃ ચીખલી પંથક સહિત આજુબાજુના ગામોમાં જાહેર તહેવારો દરમિયાન કે શુભ પ્રસંગો દરમિયાન કિન્નરોનું આગમન અને મોં માંગી રકમ માગતા લોકો ભારે મુસીબતમાં મૂકાય જતા હોય છે ત્યારે આજરોજ ઍક દુકાનનું ઉદ્દઘાટન દરમિયાન કિન્નરોની પધરામણી થતા અને મો માંગી રકમ માંગતા જે દુકાનદારે આપવાની ના પાડતા પરિવાર માટે અશુભ બોલાતા દુકાનદારે વ્યવસ્થિત રીતે સમજાવતા તો પણ કિન્નરો ઍકના બે ન થતા આખરે દુકાનદારે પોલીસની હેલ્પલાઇન ૧૧૨ ઉપર ફોન કરતા તાત્કાલિક ચીખલી ની ૧૧૨ ની ટીમ ઘટના સ્થળે પહોંચી જઇ કિન્નરો અને દુકાનનારને ચીખલી પોલીસ મથકે બેસાડી લાવ્યા હતા.
જોકે પોલીસ મથકમાં પણ જવાબદાર અધિકારી સામે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા અધિકારીઍ કાયદો બતાવતા આખરે કિન્નરો પોલીસ મથક માંથી રવાના થઈ ગયા હતા અને દુકાન ઉપર જઈ પ્રેમથી આપવામાં આવેલ રકમ સ્વીકારી રવાના થઈ ગયા હતા ત્યારે ચીખલી પંથકમાં તેમજ આજુબાજુના ગામોમાં લગ્ન પ્રસંગો હોય કે જાહેર પ્રસંગો હોય જેમાં કિન્નરોનું આગમન અને જાહેરમાં લોકોની સામે ગેર વર્તણુક કરવામાં આવતા લોકો કિન્નરોથી પરેશાન થઈ ગયા છે. જાહેર તહેવારો દરમિયાન દરેક વ્યક્તિ કિન્નરોને પ્રેમથી ચીજ વસ્તુ તેમજ પૈસા પણ આપતા હોય છે.
