પારડીના ઈસમે વલસાડના જ્વેલર્સ સાથે છેતરપિંડી કરતા ફરિયાદ
- byDamanganga Times
- 21 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૦ ઃ વલસાડ શહેરના ૅગોલ્ડન પ્લેનેટ જ્વેલર્સૅ નામની દુકાનના માલિકને ગ્રાહક બેંકમાંથી સોનાના દાગીના છોડવાના બહાને પારડી ના ગઠીયાઍ બે લાખ રૂપિયા રોકડા પડાવી ફરાર થઈ જતા વલસાડ સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે.
વલસાડ શહેરના વીપી રોડ પર ગોલ્ડન પ્લેનેટ જ્વેલર્સ નામની દુકાન દિપકભાઈ ચંદુલાલ પારેખ ની આવેલી છે. આ દુકાનમાં હુસેન પારડીવાલા રહે પારડી દમણી જપા કાછિયા ફળિયા માં રહેતો ઈસમ આવી તેણે જણાવ્યું કે મારી માતા નું ૨૬ ગ્રામ સોનાના કંગન વલસાડની ઍચડીઍફસી બેન્કમાં ગીરવે મૂકેલા છે. જેનું વ્યાજ ભરાતું નથી જો જ્વેલર તમને બે લાખમાં આપે તો હું બેંકમાંથી કંગન થોડા વિને તે જ દુકાનમાં વહેંચી દેશે અને લોન ની રકમ કાપી બાકીના પૈસા પરત આપી દેજો ઍવું કહેતા દુકાન માલિક દિપકભાઈઍ ના પાડી દીધી હતી. ગત તારીખ ૧૩/ ૦૨/ ૨૦૨૬ ના રોજ ફરીવાર હુસેન પારડીવાલા રેલવે સ્ટેશનના ઍક દુકાનદાર ની ઓળખાણ આપી વિશ્વાસમાં લઈ દીપકભાઈ અને તેમના પરિચિત ભાવેશભાઈ ટંડેલ આરોપી હુસેન સાથે તિથલ રોડ પર આવેલી ઍચડીઍફસી બેન્ક માં ગયા હતા. યા હુસેનભાઇઍ પોતાના ખાતા નંબરમાં દીપકભાઈ પાસેથી બે લાખ રોકડા જમા કરાવ્યા જે પૈસા જમા કરાવ્યા બાદ ગોલ્ડ લોન ડિપાર્ટમેન્ટ માં દાગીના છોડવાની વાત કરતા અસલી રસીદ નીચે ગાડીમાં હોવાનું કહી હમણાં લઈ આવું ઍમ કહી ગયાને હુસેનભાઇ પોતાની બાઇક નંબર જીજે ૧૫/ ઍ ઍન./૭૨૫૨ પર બેસી ભાગી ગયો હતો જોકે દીપકભાઈ ને શંકા જતા જોયું તો હુસેન ભાઈ ત્યાં જોવા મળ્યો ન હતો અને મોબાઈલ ફોન પણ બંધ આવતા દીપકભાઈ છેતરાયો હોવાથી તેમણે વલસાડ સીટી પોલીસ મથકમાં હુસેન પારડીવાલા રહે પારડી વિરુદ્ધ સીસીટીવી ફૂટેજ આધારે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
