ઉમરગામ પાલિકાનું બજેટ મંજુર કરાયું
- byDamanganga Times
- 21 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૨૦ ઃ ઉમરગામ નગર પાલિકાનું વર્ષ ૨૦૨૬/૨૭અંશ નુ બજેટ સર્વ સંમતિ થી મંજૂર કરવામાં આવ્યું હતું પાલિકા પ્રમુખ મનીષ રાય ની અધ્યક્ષતા માં યોજાયેલી ખાસ સામાન્ય સભામા ૨૮ કરોડ નુ બજેટ મુકવામા આવ્યું હતું જે સર્વ સંમતિ થી મંજૂર થયું હતું . વર્તમાન બૉડી ની ટર્મ આગામી માર્ચમાં પૂર્ણ થવા જઈ રહી છે ત્યારે આજે ખાસ સામાન્ય સભા બોલાવી બજેટ રજુ કરવામાં આવ્યું હતું . પાલિકા પ્રમુખ મનીષ રાય ની અધ્યક્ષતા માં બજેટ રજુ કરવામાં આવ્યું હતું . બજેટમાં અંદાજિત આવક ૨૮ કરોડ જ્યારે અંદાજિત ખર્ચ ૨૫ કરોડ દર્શાવવામાં આવ્યા છે. બે કરોડ ઍસી લાખના પૂરાંત વાળા બજેટ ને કરવાનું માટે મંજૂરી આપવામાં આવી હતી.આ બજેટ માં નવા રસ્તા પાણી ગટર વ્યવસ્થા અને બ્યુટીફીકેશન તથા વિકાસના કામોને આવરી લેવામાં આવ્યા છે. પાલિકા પ્રમુખ દ્વારા દ્વારા તમામ સભ્યોનું અભિવાદન કરતા કાર્યકાળની અંતિમ સભા અંગે આભાર વ્યક્ત કર્યો હતો.
