Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

સેલવાસમાં મનરેગા કાર્યોમાં પારદર્શિતા વધારવા તાલીમ અપાઈ

સેલવાસમાં મનરેગા કાર્યોમાં પારદર્શિતા વધારવા તાલીમ અપાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

સેલવાસ, તા. ૨૦ ઃ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તેમજ દમણ અને દીવના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગ્રામ વિકાસ મંત્રાલયના મહાત્મા ગાંધી મનરેગા વિભાગ દ્વારા જિલ્લા પંચાયત, દાદરા અને નગર હવેલી ખાતે તા. ૧૮ અને ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ બે દિવસીય ‘યુક્ત ધારા અને ભૂ-મનરેગા’ તાલીમ કાર્યક્રમ યોજાયો.

આ તાલીમમાં ગ્રામ વિકાસ મંત્રાલય, નવી દિલ્હીના નિષ્ણાત અધિકારી અવનેદ્ર કુમાર, ઞ્ત્ક્ષ્ના જગદીશ મેનન, ફત્ઘ્ના અમિત કુમાર તેમજ ફય્ઘ્લ્, હૈદરાબાદના હેલમતકારી વેંકટેશ દ્વારા અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું. તાલીમનો મુખ્ય હેતુ મનરેગા હેઠળ ચાલી રહેલા વિકાસ કાર્યોને વધુ અસરકારક, પારદર્શક અને ટેકનોલોજી આધારિત બનાવવાનો હતો. ‘યુક્ત ધારા’ અને ‘ભૂ-મનરેગા’ સોફટવેર દ્વારા યોજનાઓનું વૈજ્ઞાનિક આયોજન, કામોના લોકેશનનો સચોટ ડેટા નોંધવો, ઓનલાઈન મોનિટરિંગ અને ગુણવત્તા જાળવવાની પ્રક્રિયા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી. સાથે જ જળ સંરક્ષણ, પ્રાકૃતિક સંસાધન વ્યવસ્થાપન અને ગ્રામિણ ઢાંખાકીય સુવિધાઓને મજબૂત બનાવવા પર ભાર મૂકાયો.

કાર્યક્રમમાં વિકાસ અને આયોજન અધિકારી પંકજસિંહ પરમાર, વધારાના જિલ્લા કાર્યક્રમ સંયોજક/કાર્યક્રમ મેનેજર કોનડેટી ચૈતન્ય સહિત મનરેગા વિભાગના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્ના હતાં.

સમાપન પ્રસંગે જિલ્લા પંચાયત, દાદરા અને નગર હવેલીના મુખ્ય કાર્યકારી અધિકારી અરુણ ગુાઍ જણાવ્યું કે ‘યુક્ત ધારા’ અને ‘ભૂ-મનરેગા’ જેવા ટેકનિકલ સાધનોના અસરકારક ઉપયોગથી મનરેગા કાર્યોમાં પારદર્શિતા, ગુણવત્તા અને સમયબદ્ધતા સુનિડ્ઢિત થશે અને ગ્રામ વિકાસને નવી દિશા મળશે. તેમણે તાલીમને સફળ ગણાવી તમામ ઉપસ્થિત અધિકારીઓનો આભાર માન્યો.