Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

પારડીમાં જળદેવી મંદિરનો પાટોત્સવ ઉજવાયો

પારડીમાં જળદેવી મંદિરનો પાટોત્સવ ઉજવાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

પારડી, તા. ૨૦ ઃ પારડીમાં તળાવની પાર પર શાકભાજી માર્કેટ નજીક આવેલ શ્રી જળદેવી માતાજીના મંદિરનો દસમો પાટોત્સવ આજરોજ માતાજીની આરતી પૂજા અને યજ્ઞ સાથે ઉજવાયો હતો ખાસ બાબત તો આ હતી કે આ ઉત્સવ દરમિયાન આઈ ચેકઅપ કેમ્પ અને પાલકી યાત્રા યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા આ ઉજવણી દરમ્યાન ભગવાન સત્યનારાયણ દેવની કથા, પાલખી યાત્રા, આરતી સાથે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા આ સમગ્ર પાટોત્સવનું આયોજન શ્રી જળદેવી માતા સાર્વજનિક સેવા સમિતિ તળાવની પાડ દ્વારા કરવામાં આવ્યું હતું. જળદેવી માતાની ઍવી માન્યતા છે કે જે જગ્યાઍ પાણીના નીકળતું હોય અને જ દેવી માતા ની બાધા રાખી હોય તો તાત્કાલિક જળદેવી માતા પાણી આપે છે.