રવિવારથી નિરંકારી મિશન ‘પ્રોજેક્ટ અમૃત’નો ચોથો તબક્કા શરુ કરશે
- byDamanganga Times
- 21 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૦ ઃ સેવા જ્યારે સાધનાબને અને પ્રકૃતિ પ્રત્યે સંવેદના જીવનનું મૂળ મંત્ર બને, ત્યારે પવિત્ર સંકલ્પો જન્મ લે છે. માનવ સેવા અને લોક કલ્યાણની આ જ દિવ્ય ચેતનાને સાકાર કરવા માટે સંત નિરંકારી મિશન દ્વારા ‘પ્રોજેક્ટ અમૃત’ હેઠળ ‘સ્વચ્છ જળ, સ્વચ્છ મન’ અભિયાનના ચોથા તબક્કાનો શુભારંભ રવિવારથી પરમ શ્રદ્ધેય સતગુરુ માતા સુદીક્ષા જી મહારાજના નિર્દેશાનુસાર સમગ્ર ભારતમાં ભવ્ય રીતે આયોજિત કરવામાં આવી રહ્ના છે. સુરત ઝોનમાં સુરત, વલસાડ, કપરાડા, ઉમરગામ, વાપી, નૌગામા અને સેલવાસ માં કુલ ૭ સેક્ટરમાં ૩૯ જગ્યા પર જળસ્ત્રોતોની સફાઈનું અભિયાન આ પ્રોજેકટ અંતર્ગત ચલાવવામાં આવી રહ્નાં છે.
સંત નિરંકારી મંડળના સચિવ જોગિંદર સુખીજા જીઍ માહિતી આપતાં જણાવ્યું કે આ વિશાળ અભિયાન દેશભરમાં ૧૫૦૦થી વધુ સ્થળોઍ ઍકસાથે આયોજિત થશે.
જેમા ગીતોની મધુર રજૂઆતો, સામૂહિક ગાન, જાગૃતિ સંગોષ્ઠીઓ તથા સોશિયલ મીડિયા અભિયાનો દ્વારા જળજન્ય રોગો તથા સ્વચ્છતાના મહત્વ અંગે જનચેતનાને પ્રોત્સાહિત કરવામાં આવશે.
સતગુરુ માતા જીનો સંદેશ હંમેશાં આ જ રહ્ના છે કે આપણે આ ધરતીને આવનારી પેઢીઓ માટે પહેલાં કરતાં વધુ સુંદર, સ્વચ્છ અને સંતુલિત રૂપમાં સંભાળી રાખીઍ. ‘સ્વચ્છ જળ, સ્વચ્છ મન’ અભિયાન તે જ પવિત્ર સંકલ્પનું જીવંત પ્રતીક છે, જે માનવને પ્રકૃતિ, સમાજ અને આત્મા સાથે જોડીને કરુણા, સંતુલન અને સૌહાર્દથી પરિપૂર્ણ ભવિષ્ય તરફ માર્ગદર્શન કરે છે.
