Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

વાપીના બિમલ ચૌહાણને સમાજરત્ન પુરસ્કાર

વાપીના બિમલ ચૌહાણને સમાજરત્ન પુરસ્કાર


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૨૦ ઃ શ્રી છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય પરિવાર (લ્પ્ખ્ભ્) અમેરિકા દ્વારા સામાજિક ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન આપનાર બિમલભાઈ નરોત્તમભાઈ ચૌહાણને પ્રતિષ્ઠિત ‘આંતરરાષ્ટ્રીય સમાજરત્ન પુરસ્કાર’ ઍનાયત કરવામાં આવ્યો છે.

સંસ્થા દ્વારા આપવામાં આવેલા આ સન્માનપત્રમાં બિમલભાઈની નિખાલસતા, મહેનત અને સેવાની ભાવનાની પ્રશંસા કરવામાં આવી છે. કાર્યક્રમ દરમિયાન સંસ્થાના ફાઉન્ડર વિજય પાટીલ (લોસ ઍન્જલસ), ગુજરાત સ્ટેટ કો-ઓર્ડિનેટર સુનિલ પાટીલ અને દક્ષિણ ગુજરાત ચીફ કો-ઓર્ડિનેટર વિશાલ પાટીલ તેમજ વંદનાબેન સાલુંખે દ્વારા તેમના સામાજિક કાર્યોની સરાહના કરવામાં આવી હતી.

અમેરિકા સ્થિત સંસ્થા દ્વારા મળેલી આ આંતરરાષ્ટ્રીય ઓળખથી સમગ્ર પંથકમાં અને ચૌહાણ પરિવારમાં હર્ષની લાગણી ફેલાઈ છે. બિમલભાઈઍ આ સફળતાનો શ્રેય તેમના સાથીદારો અને વડીલોના આશીર્વાદને આપ્યો હતો.