Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

વલસાડની કોલેજમાં ‘ગ્લોબલ વિલેજની પાંખે’ વ્યાખ્યાન યોજાયું

વલસાડની કોલેજમાં ‘ગ્લોબલ વિલેજની પાંખે’ વ્યાખ્યાન યોજાયું


 વલસાડ, તા. ૨૦ ઃ વલસાડની પ્રતિષ્ઠિત સેલ્ફ ફાઇનાન્સ કોલેજ દોલત-ઉષા ઇન્સ્ટિટયૂટ ઓફ ઍપ્લાઇડ  સાયન્સ ખાતે શાહ ઍન. ઍચ. કોમર્સ કોલેજના પૂર્વ આચાર્યશ્રી ડૉ.જે. ઍમ. નાયકે  ગ્લોબલ વિલેજની પાંખે વિષય પર પ્રવચન આપતા ઉપર મુજબના શબ્દો ઉચ્ચાર્યા હતા. વર્ગખંડની ચાર દિવાલોની બહારના વિશ્વને પ્રવાસના માધ્યમથી સારી રીતે  સમજી શકાય છે. વિવિધ જીવન કૌશલ્યોનો વિકાસ પ્રવાસને કારણે શક્ય બને છે. વિવિધ દેશોનો -વાસ કરતા ઍ દેશના લોકોને મળવાનો અને તેમની સંસ્કૃતિ જાણવાનો અવસર પ્રા થાય છે. અન્ય દેશના લોકો સાથે  સંસ્કૃતિનું આદાન-પ્રદાન કરી શકાય છે. અધ્યાપકો અને વિદ્યાર્થીઓની વિશાળ હાજરીમાં પ્રવચનને અંતે રસપ્રદ પ્રશ્નોત્તરી પણ થઈ હતી. સંસ્થાના સુકાની ડૉ. સ્નેહલભાઈ જોશીઍ શાબ્દિક આવકાર આપીને વક્તાનો પરિચય કરાવી સ્વાગત કર્યું હતું. આચાર્યઍ પણ  વિષયને અનુરૂપ પ્રાસંગિક વાતો રજૂ કરી હતી. પ્રા. ડૉ. પ્રેમલબેન શાહે સભાનું સંચાલન કર્યું હતું.