Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

ધરમપુરમાં ગુમ થયેલી મહિલાની દિકરીની મદદે શી-ટીમ પહોચી

ધરમપુરમાં ગુમ થયેલી મહિલાની દિકરીની મદદે શી-ટીમ પહોચી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ધરમપુર, તા. ૧૯ ઃ ધરમપુરના કોઠી ફળીયા વિસ્તારમાં રહેતા સુરેશભાઈ દેનાણીની પત્ની મનિયાબેન અચાનક ઘરેથી કોઈને જાણ કર્યા વગર નીકળી જતા પરિવારજનોમાં ચિંતા ફેલાઈ છે. બનાવની જાણ થતા જ સુરેશભાઈ દ્વારા ધરમપુર પોલીસ સ્ટેશનમાં સંપર્ક સાધવામાં આવ્યો હતો. મામલાની ગંભીરતા ધ્યાનમાં લઈને પી.આઈ. ઍન ઝેડ ભોયા દ્વારા તાત્કાલિક ગુમશુદગીની નોંધ કરી તપાસ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પોલીસ તંત્ર દ્વારા મહિલાની શોધખોળ માટે વિવિધ વિસ્તારોમાં સઘન તપાસ હાથ ધરવામાં આવતા તે દરમ્યાન સુરેશભાઈની દીકરી આર્યાની તબિયત બગડતાં ધરમપુર પોલીસની ટીમે સંવેદનશીલતા દાખવી બાળકીને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડી હતી. હાલ આર્યાની સારવાર ચાલુ હોવાનું જાણવા મળ્યું છે. ધરમપુર પોલીસ દ્વારા દાખવવામાં આવેલી ઝડપી અને માનવતાપૂર્ણ કામગીરીને સ્થાનિક પ્રા માહિતી અનુસાર ગુમ થયેલી મહિલાની શોધ માટે પોલીસ દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્ના જણાય આવ્યું છે.