વલસાડમાં કોંગ્રેસ ૧૧ વોર્ડમાં પોસ્ટકાર્ડ અભિયાન શરૂ કરશે
- byDamanganga Times
- 21 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૦ ઃ વલસાડ નગરપાલિકાના નવી બોડી ને ઍક વર્ષ પૂરું થવા તેમ છતાં પ્રજાલક્ષી કામો કરવામાં સદંતર નિષ્ફળ ગયા હોવાનો કોંગ્રેસના માજી વિરોધ પક્ષ નેતાઍ આજરોજ આક્ષેપ કર્યો છે. પાલિકાના ૧૧ વોર્ડના ૪૪ સભ્યોઍ ૪૪ લાખના કામો પણ કર્યા નથી. પાલિકાઍ સેનેટાઈઝેશન વેરાણા નામે છ વર્ષમાં ૧૨ કરોડ ઉઘરાવવા તેમ છતાં ક્યાય કામગીરી થઈ નથી. જેથી તેને નાબૂદ કરવા માંગ કરી છે. વલસાડના કોંગ્રેસ માજી પાલિકા વિરોધ પક્ષ નેતા ગિરીશભાઈ દેસાઈઍ આક્રોશ સાથે જણાવ્યું કે ભાજપ શાસિત વલસાડ નગરપાલિકાની નવી બોડીને ઍક વર્ષ પૂરું થવા તેમ છતાં વિસ્તારમાં રજાલક્ષી કામો કરવામાં સદંતર નિષ્ફળ ગયા છે. કોરોના સમય પૂરો થયાને વર્ષો વીતી ગયા તેમ છતાં નગરપાલિકા હજુ પણ પ્રજાઓ પાસેથી સેનેટાઈઝેશનના નામે વેરો વસૂલી રહી છે. છેલ્લા છ વર્ષમાં નગરપાલિકાઍ સેનેટાઈઝેશન બાર કરોડ રૂપિયા ઉઘરાવી લેવામાં આવ્યા હોવાનું આક્ષેપ પણ કર્યો છે. તેમ છતાં શહેરી વિસ્તારમાં ક્યાંય પણ સેનેટાઈઝેશનની કામગીરી કરવામાં આવી નથી. જોકે આગામી બજેટમાં આ સેનેટાઈઝેશન નો વેરો તાત્કાલિક નાબૂદ કરવાની તેમણે માંગ કરી છે અને તેમણે વધુમાં ઉમેર્યું કે વલસાડ નગરપાલિકાના ૧૧ વોર્ડના ચૂંટાયેલા ૪૪ સભ્યોઍ ૪૪ લાખના મોગરાવાડી વિસ્તારમાં ઍક પણ નવું વિકાસનું કામ કર્યું નથી. રેલવે ગરનાળાના પ્રશ્ને પણ પાલિકાની અણઆવડતને કારણે લોકો હાલાકી ભોગવી રહ્ના છે. જ્યારે મોગરાવાડીના કોટેશ્વર રોડ લક્ષ્મીનગર અને સહયોગ નગરના જે કામો અત્યારે ચાલી રહ્ના તે કામ અગાઉના બોર્ડ દ્વારા મંજૂર કરાયેલા કામો કરવામાં આવી રહ્ના છે. કોંગ્રેસ દ્વારા લોકોમાં જાગૃતિ લાવવા માટે શહેરી વિસ્તારના ૧૧ વોર્ડમાં પોસ્ટકાર્ડ અભિયાન શરૂ કરવામાં આવનાર હોવાનું જણાવ્યું છે. આ કાર્યક્રમ માં ધર્મેશ ઉર્ફે ભોલા પટેલ, માજી સભ્ય સંજય ચૌહાણ , વિજય તેમજ અન્ય કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી જો પ્રજાના પાયાના પ્રશ્નો હલ નહીં થાય તો આવનારા દિવસોમાં કોંગ્રેસ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.
