પારડી પાલિકાના સફાઈકર્મીઅો માટે મેડિકલ કેમ્પ યોજાયો
- byDamanganga Times
- 21 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૨૦ ઃ પારડી નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અર્બન અંતર્ગત સરકારશ્રી દ્વારા શહેરોમાં સ્ત્લ્ત્ગ્ન્ચ્ ઘ્ન્ચ્ખ્ફન્ત્ફચ્લ્લ્ પ્બ્ફત્વ્બ્ય્ત્ફઞ્ માટે તા.૧૯-૧૨-૨૦૨૫થી તા.૩૧-૧૨-૨૦૨૬ સુધી સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવાનું થતું હોય, જે અંતર્ગત તા.૧૯-૦૨-૨૦૨૬ના રોજ ચીફ ઓફિસર કોમલ ધીનૈયા દ્વારા ચાર રસ્તા બ્રિજ નીચે, સેન્ટર પોઈન્ટ સામે, કોલેજ રોડને વિઝિટ કરી સાફ સફાઈ કરાવવામાં આવી તેમજ દુકાનદારોને તથા નગરજનોને કચરાના વર્ગીકરણ અને સિંગલ યુઝ પ્લાસ્ટિકના વેચાણ તથા વપરાશ ન કરવા બાબતે પેમ્પ્લેટ દ્વારા સમજણ આપવામાં આવી હતી. બીજી તરફપારડી નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અર્બન અંતર્ગત સરકારશ્રી દ્વારા શહેરોમાં સ્ત્લ્ત્ગ્ન્ચ્ ઘ્ન્ચ્ખ્ફન્ત્ફચ્લ્લ્ માટે તા.૧૬-૦૨-૨૦૨૬થી તા.૧૬-૦૩-૨૦૨૬ સુધી સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવાનું થતું હોય, જે મુજબ સફાઈ કર્મચારીઓના સ્વાસ્થયને ધ્યાને રાખી તા.૧૯-૦૨-૨૦૨૬ના રોજ મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન પારડી નગરપાલિકાના ચીફ ઓફિસરના માર્ગ દર્શન હેઠળ કરવામાં આવ્યું હતું, જેમાં તમામ આરોગ્ય શાખાના તેમજ ડ્રેનેજ શાખાના કર્મચારીઓનું ઘ્ણ્ઘ્ પારડી ખાતે ચેકઅપ કરવામાં આવ્યું હતું. આમ આજે નગરપાલિકા દ્વારા સાફ સફાઈ અભિયાન સાથે કર્મચારીઓના મેડિકલ કેમ્પનો આયોજન કરવામાં આવ્યો હતો. બંને કાર્યક્રમમાં સફળ રહ્ના હતાં.
