Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

બીલીમોરામાં ૯માં માળેથી ગૃહિણીનો મોતનો ભૂસકો

બીલીમોરામાં ૯માં માળેથી ગૃહિણીનો મોતનો ભૂસકો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

બીલીમોરા, તા. ૧૯ ઃ બીલીમોરાના સોમનાથ રોડ સ્થિત ભેરુનાથ ટાવરનાં ૯ મા માળે પરિવાર સંગાથે રહેતી ૫૧ વર્ષીય રશ્મિકાબેન કમલેશભાઈ પાંચાલે ઘરની બારીમાંથી રાત્રે ૧૧ કલાકનાં અરસામાં પડતું મૂકી જીવન ટૂંકાવતા ચકચાર મચી હતી. આ ઘટનાના થોડા સમય અગાઉ જ રશ્મિકાબેન, તેમના પતિ અને પુત્રઍ સાથે બેસીને રાત્રિ ભોજન લીધું હતું. જમ્યા બાદ પરિવારના સભ્યો પોતપોતાના રૂમમાં ગયા હતા. રશ્મિકાબેને આગળના રૂમની લાઈટ ચાલુ કરી હતી, જેથી તેમના પતિને લાગ્યું કે તેઓ કોઈ ઘરકામ કરી રહ્ના હશે. અચાનક નીચેથી ઍક જોરદાર અવાજ આવ્યો હતો. પતિ અને પુત્ર દોડતા રૂમમાં ગયા તો મોટાભાગે બંધ રહેતી બારી ખુલ્લી હતી. નીચે જોયું તો કાળજું કંપી જાય તેવું દ્રશ્ય હતું. રશ્મિકાબેન લોહીલુહાણ હાલતમાં નીચે પડ્યા હતા. ?જેથી પિતા પુત્ર દોડતા નીચે પહોંચ્યા હતા. પરંતુ રશ્મિકાબેન નું પ્રાણ પખેરૂ ઉડી ગયું હતું. પ્રા માહિતી મુજબ, રશ્મિકાબેન છેલ્લા કેટલાક સમયથી માનસિક તણાવ સામે ઝઝૂમી રહ્ના હતા. વલસાડના મનોચિકિત્સક પાસે તેમની સારવાર પણ ચાલતી હતી. ઘટનાની જાણ થતા જ બીલીમોરા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ કરાવી વધુ તપાસ હાથ ધરી હતી.