Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

ઉમરગામના ટીડીઅો નારગોલની અોચિંતી મુલાકાતે

ઉમરગામના ટીડીઅો નારગોલની અોચિંતી મુલાકાતે


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ઉમરગામ, તા. ૧૯ ઃ ઉમરગામ તાલુકાના તાલુકા વિકાસ અધિકારીઍ નારગોલ ગામની ઓચિંતી મુલાકાત લીધી ગામની અંદર ચાલી રહેલા કામોની રૂબરૂ મુલાકાત કરી પંચાયતની કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો હતો.

ઉમરગામ તાલુકાના તાલુકા વિકાસ અધિકારી વિશાલભાઈ પટેલ જેમને તાજેતરમાં નાયબ જીલ્લા વિકાસ અધિકારી તરીકે બઢતી મળી છે. તેઓ ઉમરગામ તાલુકામાં કાર્યશીલ સફળ તાલુકા વિકાસ અધિકારી તરીકે સારી કામગીરી બદલ પુરવાર થયા છે ઍવા ઉત્સાહી અધિકારી જીઓ હર હંમેશ માટે તાલુકાના દરેક ગામોમાં ઓચિંતા પહોંચી વિકાસના કામોની રૂબરૂ સમીક્ષા કરતા હોય છે તેમજ પંચાયતની બોડીને તથા પંચાયતના સ્ટાફને પ્રોત્સાહિત કરતા હોય છે જેના ભાગરૂપે આજ રોજ ઉમરગામ તાલુકાના નારગોલ ગામે તાલુકા વિકાસ અધિકારી વિશાલભાઈ પટેલે નારગોલ ગામે ચાલી રહેલ રોજગાર બાહેધારી યોજના અંતર્ગત આંગણવાડી નિર્માણ કાર્ય તેમજ અન્ય વિકાસના કામોની રૂબરૂ મુલાકાત કરી હતી. 

આ મુલાકાત દરમિયાન તાલુકા વિકાસ અધિકારી વિશાલભાઈ ગ્રામ પંચાયતના સફાઈ કર્મીઓ સાથે વિશેષ મુલાકાત કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતા. ગામના સરપંચ સ્વીટી ભંડારીના નેતૃત્વમાં થઈ રહેલા વિકાસના કામોથી તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો. નારગોલ ગ્રામ પંચાયતને તાજેતરમાં મળેલા સફાઈના સાધનો વાહનોનો કરવામાં આવી રહેલો ઉપયોગની નોંધ તેમણે લીધી હતી. પંચાયતના સરપંચ દ્વારા ઉમરગામ તાલુકાના ઈનચાર્જ તાલુકા વિકાસ અધિકારીને ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં કરવામાં આવેલ નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકેની બઢતી બદલ શુભેચ્છા પાઠવવામાં આવી હતી.