દાંતીમાં કોંક્રિટની ટ્રક પલટી જતાં ડ્રાઇવરનું મોત
- byDamanganga Times
- 20 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૯ ઃવલસાડના દાંતી ગામના દરિયા કિનારે ચાલી રહેલી પ્રોટેક્શન વોલની કામગીરી દરમિયાન કોંક્રિટ મિક્સર ટ્રક અચાનક પલટી જવાથી ડ્રાઈવરનું ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મોત નીપજવાની ઘટના બની છે.વલસાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં આવેલા દાંતી ગામના દરિયા કિનારે ધોવાણ અટકાવવા માટે પ્રોટેક્શન વોલ બનાવવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન ગઈકાલે સાંજે કોંક્રિટ બનાવતી ટ્રક (મિક્સર) સાઈટ પર કામ કરી રહી હતી. ડ્રાઇવર ટ્રકને રિવર્સ લઈ રહ્ના હતો, ત્યારે કોઈ કારણસર ટ્રક પરનો કાબુ ગુમાવતા આખી ટ્રક પલ્ટી મારી ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં ટ્રક નીચે દબાઈ જવાને કારણે કે ગંભીર ઈજાઓ પહોંચવાથી ડ્રાઇવરનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા આજુબાજુના મજૂરો સ્થાનિક લોકો અને પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગયા હતા પોલીસે ડ્રાઇવરના મૃતદેહ નો કબજો મેળવી પી. ઍમ. માટે મોકલી ડુંગરી પોલીસ કોથકમાં અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
