Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

વાપી ચણોદથી છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય શોભાયાત્રા નિકળી

વાપી ચણોદથી છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય શોભાયાત્રા નિકળી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૧૯ ઃ વાપીના ચણોદ કલોની થી છત્રપતિ શિવાજી મહારાજની આજે જન્મ જયંતી ઍ ભવ્ય શોભા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

વાપીના ચણોદ ખાતે આવેલ યુવા સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજે શિવાજી મહારાજની જન્મ જયંતી ઍ ભવ્ય શોભાયાત્રાનું આયોજન ચણોદ કોલોનીના રામ મંદિરથી ચણોદ મુખ્ય ગેટ અને ગામમાં આવેલ મુખ્ય રસ્તા ઉપર કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રા બપોરે ૨ઃ૩૦ કલાકે શરૂ થઈ હતી અને સાંજે છત્રીસ કલાકે ચણોદ ગામમાં પૂર્ણ થઈ હતી ત્યારબાદ રામ મંદિર ખાતે ભવ્ય પૂજન કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

અને રાત્રે ૮ઃ૦૦ કલાકે મહાપ્રસાદમાં હજારોની સંખ્યામાં લોકોઍ લાભ લીધો હતો આ શોભાયાત્રા દરમિયાન મહિલાઓઍ રસ્તા ઉપર તલવારબાજી તેમજ વિવિધ કાર્યક્રમો રજૂ કરી મહિલા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું આયોજન યુવા સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ચણોદ ડુંગરા દ્વારા કરવામાં આવ્યું હતું.