Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

સુબીરમાં સ્માર્ટફોન સ્કેમ ઃ ઈન્ટાગ્રામ પર અોળખાણ ભારે પડી

સુબીરમાં સ્માર્ટફોન સ્કેમ ઃ ઈન્ટાગ્રામ પર અોળખાણ ભારે પડી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

સાપુતારા, તા. ૧૯ ઃ સુબીર ગામે યુસુફભાઈ શિવાજીભાઈ ગામિત ‘જાસ્મિન મોબાઇલ’ નામે મોબાઇલ અને ઇલેક્ટ્રોનિક્સની દુકાન ચલાવે છે. તારીખ ૨૦ નવેમ્બર ૨૦૨૫ના રોજ મિતેશભાઈ ગામિત (રહે. કપડવણ, તા. વ્યારા, જિ. તાપી) ઍ યુસુફભાઈને ફોન કરી રૂ.૧૫ હજારથી રૂ.૨૦ હજારની વચ્ચેનો મોબાઇલ ખરીદવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.સાથે જ, ટૂંક સમયમાં સંપૂર્ણ ચુકવણી કરી દેવાની ખાતરી પણ આપી હતી.દુકાનદારે જણાવ્યું કે તેમની ઓળખાણ થોડા સમય પહેલાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ મારફતે થઈ હતી. આરોપીઍ પોતે કોન્ટ્રાકટર હોવાનો દાવો કરી વિશ્વાસ જીત્યો હતો. ઘટનાના દિવસે દુકાન માલિક કામસર ડોન ગામે ગયા હતા. તેમણે દુકાન પર હાજર કર્મચારીઓને સૂચના આપી હતી કે મિતેશભાઈ આવે તો પસંદ કરેલા મોબાઇલ આપી દેવા. ત્યારબાદ આરોપી દુકાન પર પહોંચ્યો અને બે મોબાઇલ ફોન લઈને ચાલ્યો ગયો.ખરીદાયેલા મોબાઇલમાં ૧) બ્ભ્ભ્બ્ ય્ફૂઁં ૧૪ ૫ઞ્ જેની કિંમત રૂ.૩૭,૯૯૯ અને ૨) સ્જ્ઞ્રું વ્૪હૃ ૫ઞ્ જેની કિંમત રૂ.૧૩,૯૯૯ છે. આ રીતે કુલ રૂ.૫૧,૯૯૮ની રકમ બાકી રહી છે. દુકાનદારે અનેક વખત સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હોવા છતાં કોઈ જવાબ ન મળતા છેતરપિંડી થયાની શંકા બળવત્તર બની હતી.અંતે, વેપારીઍ પોલીસનો સહારો લઈ ફરિયાદ નોંધાવી છે.સુબિર પોલીસ સ્ટેશનના ઍઍસઆઈ ઍ. જે. દેશમુખ દ્વારા ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.