Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

વાપી બ્રહ્માકુમારીઝ દ્વારા મહાશિવરાત્રિ પર્વ સંપન્ન

વાપી બ્રહ્માકુમારીઝ દ્વારા  મહાશિવરાત્રિ પર્વ સંપન્ન


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૧૯ ઃ બ્રહ્માકુમારીઝ યોગ ભવન, વાપી દ્વારા ૯૦મી ત્રિમૂર્તિ શિવ જયંતીના ઉપલક્ષમાં પાંચ દિવસીય મહાશિવરાત્રિ મહોત્સવનું આયોજન કરાયું હતું.

જેમાં ૪૦ ફુટ નુ વિશાળ શિવલિંગના દર્શન અને બાર જ્યોર્તિલિંગ ના દર્શન નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જે શિવ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું આ મહોત્સવ વાપી છીરી રોડ ઉપર આવેલ આરકે દેસાઈ કોલેજ ના ગ્રાઉન્ડ ઉપર કરાયું હતું જેમાં સવારે ૧૦ થી ૧૨ કલાક અને સાંજે ૫ થી ૯ કલાક દરમિયાન લોકોને દર્શન માટે તેમજ ભારત ઉત્થાન આધ્યામિક આ પ્રસંગે  બ્રહ્માકુમારી રશ્મીદીદી, પ્રભારી, બ્રહ્માકુમારીઝ વાપીના સબઝોન, રાજયોગી બ્રહ્માકુમાર  તેમજ વાપી વિભાગના જાણીતા રાજકીય આગેવાનો તેમજ સામાજિક કાર્યકર્તાઓ અને ધર્મગુરુઓ તથા સમાજસેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્ના હતા અને આ મહોત્સવમાં પાંચ દિવસ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન  ખૂબ જ ધાર્મિક અને શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું હતું સમગ્ર કાર્યક્રમનું આયોજન વાપી બ્રહ્માકુમારી દ્વારા કરાયું હતું.