Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

વલસાડના અબ્રામામાં બિલ્ડીંગના ધાબા પર હોટલ!

વલસાડના અબ્રામામાં બિલ્ડીંગના ધાબા પર હોટલ!


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૧૯ ઃ વલસાડના અબ્રામા ધરમપુર રોડ પર ઍક બિલ્ડીંગના ધાબા પર શરૂ કરાયેલી પ્લાન તારાઁ નામની હોટલ હાલ વિવાદના ઘેરામાં આવી છે. આ હોટલમાં ર્પાકિંગ, ફાયર સેફટી અને ઇમરજન્સી ઍક્ઝિટ જેવી પાયાની સુવિધાઓનો ધરાર અભાવ હોવા છતાં નગરપાલિકા દ્વારા આકારણી કરી દેવામાં આવતા તંત્રની ભૂમિકા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. 

વલસાડ શહેરના ધરમપુર રોડ અબ્રામામાં આવેલી આ બિલ્ડીંગના ટેરેસ (ધાબા) પર પ્લાન તારા હોટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. કોઈપણ વ્યાપારી ઍકમ માટે ર્પાકિંગ અને ફાયર સેફટીના નિયમો અત્યંત કડક હોવા છતાં, અહીં આવી કોઈ વ્યવસ્થા દેખાતી નથી. ગીચ વિસ્તારમાં આવેલી આ હોટલમાં જો કોઈ અકસ્માત કે આગની ઘટના બને, તો ગ્રાહકો માટે બહાર નીકળવા માટે કોઈ ઇમરજન્સી ઍક્ઝિટ પણ રાખવામાં આવી નથી. જોકે આ બિલ્ડીંગ અગાઉ બે માળની પરવાનગી બાદ જેને રિવાઇઝ કરી ત્રણ માળની બનાવવામાં આવી હતી. ત્યારે બિલ્ડીંગના ટેરેસ પર હોટલની પરવાનગી કેવી રીતે આપવામાં આવી તે તપાસતો વિષય બન્યો છે.

અત્રે આડ્ઢર્યની વાત ઍ છે કે, આટલી ગંભીર ખામીઓ હોવા છતાં વલસાડ નગરપાલિકાના અધિકારીઓઍ હોટલની આકારણી કરી દીધી છે અને તેને શરૂ કરવાની પરવાનગી આપી દીધી હોવાનું જાણવા મળ્યું છે. 

સ્થાનિકોમાં ચર્ચા છે કે સુરત અને અમદાવાદ જેવા શહેરોમાં અગ્નિકાંડ બાદ જ્યારે રાજ્ય સરકાર ફાયર સેફટી અંગે કડક વલણ અપનાવી રહી છે, ત્યારે વલસાડ પાલિકા કયા આધારે આવી જોખમી હોટલને મંજૂરી આપી રહી છે. હોટલના ધાબા પર રસોડું અને ગેસ સિલિન્ડર જેવી જ્વલનશીલ વસ્તુઓનો ઉપયોગ થતો હોય છે. 

ર્પાકિંગની સુવિધા ન હોવાથી ગ્રાહકોના વાહનો રસ્તા પર પાર્ક થતા ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય છે. જો પાલિકા આ બાબતે યોગ્ય તપાસ કરી કડક પગલાં નહીં ભરે, તો ભવિષ્યમાં મોટી હોનારત થવાની ભીતિ સેવાઈ રહી છે. જે અંગે વલસાડ કલેકટર,  ફૂડ ઍન્ડ ડ્રગ વિભાગ ના બાબતે તપાસ કરી હોટલ સામે ધાબા પર ચાલતી હોટલ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.