Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

પારડીના તળાવમાં ડૂબી જતાં વિદ્યાર્થીનું મોત

પારડીના તળાવમાં ડૂબી જતાં વિદ્યાર્થીનું મોત


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

પારડી, તા. ૧૯ ઃ પારડી શિવનગર વિસ્તારમાં રહેતા અને કંસારવાડ શાળામાં અભ્યાસ કરતા ૧૧ વર્ષીય યુવરાજ લક્ષ્મણ રાજભાર નામના બાળકની પારડી તળાવમાં ડૂબી જવાથી મોત થયા સમગ્ર પંથકમાં શોખ છવાઈ ગયો છે  પ્રા વિગતો અનુસાર, યુવરાજ આજે સવારે ૧૦ વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી નીકળ્યો હતો. ત્યારબાદ તે કોઈ કારણસર પારડીના ઐતિહાસિક ૯૯ ઍકકરના તળાવના કિનારે પહોંચ્યો હતો. આ દરમિયાન તે પાણીમાં ડૂબી ગયો હતો બાળક ડૂબ્યાની જાણ આજરોજ સાંજે થતાં જ સ્થાનિક લોકો અને રાહદારીઓમાં તેમજ પરિવારમાં દોડધામ મચી ગઈ હતી ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી પારડીની  માંગેલા લાઈફ સેવર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. 

 ટીમે ભારે જહેમત બાદ પાણીમાંથી બાળકના મૃતદેહને બહાર કાઢ્યો હતો ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. બનાવની જાણ થતાં જ પારડી પોલીસ પણ તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થિતિ નિયંત્રણમાં લઈ વધુ તપાસ હાથ ધરી હતી પોલીસે મૃતદેહને પીઍમ પોસ્ટમોર્ટમ માટે પારડી ઘ્ણ્ઘ્ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. આ આકસ્મિક બનાવથી રાજભાર પરિવાર પર દુઃખ તૂટી પડ્યો છે. બાળકના મૃતદેહ લાશને બહાર કાઢવામાં પારડી નગર પાલિકા સભ્ય,  માગેલા લાઇફ સેવર ટ્રસ્ટ પ્રમુખ જીગ્નેશ માગેલા, અમિત સોની સતીશ માંગેલા શૈલેષ જોગદંડ મહેશ અને ધર્મેશ વગેરે ભારે જેહમત ઉઠાવી હતી અને આજુબાજુના લોકોઍ તેઓના આભાર માન્યો હતો.