Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

ડુંગરીથી પોષડોડાના ૩ કિલો જથ્થા સાથે ઍક ઝડપાયો

ડુંગરીથી પોષડોડાના ૩ કિલો જથ્થા સાથે ઍક ઝડપાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૧૯ ઃ અવલસાડ જિલ્લા ઍસ ઓ જી ની ટીમને મળેલી બાતમી આધારે ડુંગરી ગામે આવેલ  શિવમ કોમ્પ્લેક્સ ના ઍક ફલેટમાં છાપો મારતા ૩.૩૫૫ કિલોગ્રામ  કિંમત રૂપિયા  ૫૦૩૨૫ રૂપિયા મળી કુલ ૧,૨૭,૦૦૦ ના મુદ્દા માલ સાથે ડુંગના ઍક ઈસમની ધરપકડ કરી છે.

 વલસાડ જિલ્લામાં દારૂ ડ્રગ્સ ગાંજા જેવા નસીલા પદાર્થ ઉપર રોક લગાવવા માટે વલસાડ જિલ્લા પોલીસ કમર કસી રહે છે. રોજે રોજ ગાંજો દારૂ પકડવા તેમ છતાં નશીલા પદાર્થોનું વેચાણ અટકતું નથી ત્યારે વલસાડ જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ઍસ ઓ જી. પીઆઈ ઍ.યુ.રોઝ ની ડુંગરી  વિસ્તારમાં પેટ્રોલિંગમાં ફરતી હતી તે  મળેલી બાતમી આધારે  નેશનલ હાઇવે નંબર ૪૮, અમદાવાદ થી મુંબઇ જતા રોડ ઉપર, રાજ મોટર્સ ડુંગરી નામની દુકાન પાસે થી આરોપી વિજયકુમાર લક્ષ્મણદાસ લુહાર, ઉ.વ.૫૬, રહેવાસી.શિવમ કોમ્પ્લેક્ષ, રૂમ નંબર ૧૦૧, ડુંગરી, તા.જી.વલસાડ મુળ રહે પંજાબ ના કબ્જાની સુઝુકી ઍકસેસ મોપેડ નંબર ઞ્થ્ ૧૫ ઝ઼ઞ્ ૧૯૬૯ કિ.રૂ.૬૦,૦૦૦ ઉપરથી ગેરકાયદેસર રીતે પોષડોડાનો જથ્થો ૩.૩૫૫ કિલોગ્રામ કિંમત રૂ.૫૦,૩૨૫ તથા મોબાઇલ ફોન નંગ-૦૧ કિ.રૂ.૧૫,૦૦૦ તથા રોકડા રૂપીયા ૨૨૦૦ મળી કુલ્લે કિ.રૂ.૧,૨૭,૫૨૫ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપી વિરૂધ્ધમાં ફઝ઼ભ્લ્ ૧૯૮૫ ની ૮(સી), ૧૫(બી), ૨૯ મુજબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.