Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

નાની કાંગવીમાં વિરાટ હિન્દુ સંમેલન યોજાયું

નાની કાંગવીમાં વિરાટ હિન્દુ સંમેલન યોજાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ધરમપુર, તા. ૧૯ ઃ ધરમપુર તાલુકાના નાની કાંગવી ગામમાં વિરાટ હિન્દુ સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હિન્દુ સમાજના આગેવાનો, સંતમંડળ, સમાજસેવકો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉત્સાહપૂર્વક જોડાયા હતાં. આ સંમેલનનો મુખ્ય હેતુ હિન્દુ ધર્મ, સંસ્કૃતિ અને પરંપરાઓનું સંરક્ષણ સાથે યુવા પેઢીમાં રાષ્ટપ્રેમ, સમાજસેવા અને ધાર્મિક ગૌરવની ભાવના વિકસાવવાનો રહ્ના હતો. કાર્યક્રમ દરમ્યાન ઉપસ્થિત સંતો અને સામાજિક આગેવાનો દ્વારા હિન્દુ ઍકતા, સાંસ્કૃતિક વારસાનું મહત્વ અને ધર્મરક્ષણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત, વિવિધ સાંસ્કૃતિક રજૂઆતો અને પ્રદર્શનો દ્વારા હિન્દુ સંસ્કૃતિની વિશિષ્ટતાઓ આકર્ષક રીતે રજૂ કરવામાં આવી હતી.

આ પ્રસંગે સ્વામિનારાયણ મંદિર ટ્રસ્ટના રવજી ભગત, રાધાકૃષ્ણ મંદિર શેરીમાળના  જગદીશાનંદ બાપુ, માળકરી સંપ્રદાયના મંગળી બાઈ તથા જાના બાબા, સાઈનાથ હોસ્પિટલ ધરમપુરના ડો. હેમંતભાઈ પટેલ તેમજ સદગુરૂધામ બરૂમાળની સાધ્વી કૃપાનંદ સરસ્વતીજી હાજર રહ્ના હતાં. ઉપસ્થિત મહાનુભાવોઍ પોતાના આશીર્વચન દ્વારા સમાજમાં ઍકતા અને સંસ્કૃતિ પ્રત્યેની જાગૃતિ વધારવાનો સંદેશ આપ્યો હતો. 

કાર્યક્રમને સફળ બનાવવા ધરમપુર તાલુકાના યુવાનો, કાર્યકર્તાઓ અને હિન્દુ સમાજના આગેવાનોનો ઉત્સાહભેર સહકાર મળ્યો હતો. સંમેલનના આયોજનથી કાંગવી તથા આસપાસના વિસ્તારોમાં સામાજિક ઍકતા, સંસ્કૃતિ પ્રત્યે ગૌરવભાવ અને ધાર્મિક જાગૃતિ વધુ મજબૂત બની છે.